સોનમ કપૂરે દોસ્તના લગ્નમાં પહેરી ગુજરાતી બાંધણી,ફેન્સ જોતા જ બોલી પડ્યા વાહ...

Mnf network: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. સોનમના દરેક લુકના ફેન્સ દિવાના છે.
હાલમાં સોનમ કૂપર પરંપરાગત અવતારમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીની સાદગી ચાહકોના હૃદયને સ્પર્શી ગઈ હતી.
સોનમ કપૂરે બાંધણી ટાઇપની સાડીમાં પોતાની સુંદરતા દર્શાવી
અભિનેત્રીનો આ લુક તેના ખાસ મિત્રના વેડિંગ રિસેપ્શનનો છે જેમાં તેણે ગુજરાતી સાડી પહેરીને પોતાની સુંદરતા દર્શાવી હતી. સોનમ કપૂરે તેના મિત્રના લગ્નના રિસેપ્શન માટે બાંધણી ટાઇપની સાડી પસંદ કરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી..