ઊંઝા : ધન તેરસના દિવસે નગર પાલિકાએ સફાઈ કર્મીઓને ખુશીઓ વહેચી, જાણીને કરશો પ્રસંશા
ઊંઝા નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમ નું કરકસરયુક્ત પગલું
મીઠાઈ વિતરણ નો ખર્ચ પાલિકાની તિજોરી પર નહિ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : દિવાળી એટલે સૌના ઘરમાં ઉજાસ પાથરવાનો દિવસ. ઊંચ નીચ ના ભેદભાવ ભૂલીને સૌને સ્નેહ આપવાનું પર્વ. દરેકના ચહેરા પર હાસ્યનું સ્મિત રેલાય અને સૌ કોઈ હરખાય. દિવાળી પર્વ એટલે ખુશીઓની લ્હાણી કરવાનું પર્વ. ત્યારે દિવાળીના પર્વ દરમિયાન ધનતેરસના શુભ દિને ઊંઝા નગરપાલિકા દ્વારા સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી તેમના ચહેરા પર સ્મિત રેલાવવાનો એક અનોખો પ્રયાસ નગરપાલિકાના પ્રમુખ દીક્ષિતભાઈ પટેલના નેતૃત્વમાં થયો હતો.
આજરોજ ધનતેરસ ના શુભ દિવસે ઊંઝા નગરપાલિકાના બધા જ કર્મચારીઓ ને મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ નગરપાલિકા ના પ્રમુખ દિક્ષીતભાઈ ની હાજરી માં યોજાયો. જેમાં તેમની સાથે ઉપપ્રમુખ પ્રિયંકાબેન તથા સાથી કોર્પોરેટરો જીતુભાઈ મિલન, સંદીપભાઈ કેપ્ટન,દિનેશભાઈ, અલ્કેશભાઈ,ભરતભાઈ, જવાનજી ઠાકોર, મીનાબેન, રીનાબેન,અંજનાબેન, કૃપાબેન,કાજલબેન, કામિનીબેન તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
મિલનસર સ્વભાવ ધરાવતા પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ ના નેતૃત્વ માં નગરપાલિકા ના વિકાસ કાર્યો ઝડપી બન્યા છે ત્યારે આજે સફાઈ કર્મીઓને મીઠાઈ વિતરણ કરીને પાલિકા પ્રમુખે અન્ય નગરપાલિકાઓને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે જેમાં સફાઈ કર્મીઓને જે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું એનો એક પણ રૂપિયાનો ખર્ચ નગરપાલિકામાં પાડવામાં આવ્યો ન હતો. અર્થાત પાલિકાની તિજોરી ઉપર આર્થિક બોજો પાડીને સસ્તી પ્રસિદ્ધિ નહિ મેળવવાની વિચારધારા વાળા દિક્ષિતભાઈએ તેમના પારદર્શક વહીવટની પ્રતીતિ કરાવી છે.