PM મોદીના વતન વડનગર નું દ્વારકા નગરી સાથે છે ખાસ કનેક્શન : વડનગરનું પ્રાચીન નામ શું હતું ?

PM મોદીના વતન વડનગર નું દ્વારકા નગરી સાથે છે ખાસ કનેક્શન : વડનગરનું પ્રાચીન નામ શું હતું ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નું વતન વડનગર એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ ની ધરોહર છે એટલું જ નહીં પરંતુ આ નગરનો ઇતિહાસ એ કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી સાથે જોડાયેલો છે. વડનગર નું પ્રાચીન નામ ' અનર્તપુર ' હોવાનું જાણવા મળે છે. તો વળી આ નામનો ઉલ્લેખ ઐતિહાસિક શિલાલેખો અને ગ્રંથોમાં થાય છે.આમ કહી શકાય કે, વડનગર એ આનર્ત પ્રદેશનું મુખ્ય શહેર હતું.

કેટલાક અન્ય ઉલ્લેખો અનુસાર વડનગરને પુરાતન સમયમાં "વતનગર" અથવા "વતનગરા" તરીકે પણ ઓળખવામાં આવતું હતું. (ખાસ કરીને અપભ્રંશ અથવા સ્થાનિક ભાષાશૈલીમાં). વડનગર એ અનર્ત ભૂમિ નું હૃદય સ્થળ હતું.

જયારે શ્રીકૃષ્ણએ મથુરા છોડીને પોતાનું રાજ્ય સ્થાપ્યું, ત્યારે તેમણે સમુદ્ર કાંઠે દ્વારકામાં વસવાટ કર્યો. આ પ્રદેશને “આનર્ત” કહેવામાં આવ્યો છે. આનર્ત પ્રદેશમાં મુખ્યત્વે આજના ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, મહેસાણા),ઉપરાંત કેટલાક કચ્છ જિલ્લાના હિસ્સાઓ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠા વિસ્તારનો સમાવેશ થાય છે. જોકે દ્વારકાને અનર્ત રાજ્ય ની રાજધાની માનવામાં આવતી હતી

આ રાજ્યનું સ્થાપન યદુ વંશના રાજા ' અનર્ત  ' દ્વારા થયું હતું, જે યદુના પુત્ર હતા.આનર્ત એ પૌરાણિક ભારતનાં 16 મહાજનપદોમાંથી એક હતું. તે મહાભારત, ભગવત પુરાણ, હર્ષચરિત અને અન્ય જૂના ગ્રંથોમાં ઉલ્લેખિત છે.આ ભૂમિ પૌરાણિક યુદ્ધો અને યાદવ વંશના ઈતિહાસ સાથે ખુબજ નજીકથી સંકળાયેલી છે.શ્રીકૃષ્ણના ભાઈ બલરામ અને અન્ય યાદવોએ પણ આ ભૂમિમાં વસવાટ કર્યો હતો.

સમય અગાઉ પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં ઊંડે જઈને ડૂબેલી નગરીના દર્શન કર્યાં હતા અને ઊંડે ધ્યાન પણ લગાવ્યું હતું.પ્રધાનમંત્રી મોદીએ 74 વર્ષની ઉંમરે પોતાનું એક સપનું સિદ્ધ કર્યું છે. હકીકતમાં પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં ડૂબેલી મનાતી નગરીના દર્શન કરવાનું સપનું જોયું હતું. ભગવાન કૃષ્ણના વૈકુઠવાસ પછી દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ હતી આ વાતને હજારો વર્ષો થયાં છે. પીએમ મોદી દ્વારકાના પંચકુલા બીચ પર સ્કૂબા ડાઈવિંગ દ્વારા બરાબર એ ઠેકાણે પહોંચ્યાં હતા જ્યાં દ્વારકા નગરી ડૂબેલી મનાતી હતી. પીએમ મોદી ધ્યાનમાં બેઠાં હતા. એટલું જ નહીં પરંતુ પીએમ મોદી જે ઠેકાણે દ્વારકા ડૂબી હતી ત્યાં થોડી ક્ષણો ધ્યાનમાં પણ બેઠાં હતા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સૌથી પ્રિય વસ્તુ મોરપીંછ પણ અર્પણ કર્યું હતું.

નોંધ : વિવિધ સ્ત્રોતને આધારે મળેલી માહિતી પ્રગટ કરાઈ છે.