સુરત મ્યુનિસિપલ કમિશ્નરનો પદભાર સાંભળનાર શાલિની અગ્રવાલ કોણ છે ? સરકારે આપ્યો છે આ બાબતે એવોર્ડ, જાણો
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કમિશ્નર શાલિની અગ્રવાલે વડોદરાને જળ સંચય મુદ્દે અગ્ર હરોળમાં રાખ્યું છે.
શાલિની અગ્રવાલે 2006 માં સુરતમાં આવેલ વિનાશક પૂરમાં સફાઈની મહત્વની કામગીરી કરી હતી.
શાલિની અગ્રવાલે બેસ્ટ ડી.ડી.ઓ. નો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે.
કલેકટર અને કમિશ્નર નો એક સાથે ચાર્જ સાંભળનાર એક માત્ર અધિકારી છે શાલિની અગ્રવાલ.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સુરત મહાનગર પાલિકા સતત સ્વચ્છતા બાબતે સમગ્ર દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે,એટલું જ નહીં સુરત બ્રિજ સીટી,સિલ્ક સીટી,ડાયમંડ સીટી ઉપરાંત ગ્રીન સીટી ની ખ્યાતી ધરાવતું ગુજરાતનું સૌથી અગ્રણી ઇકોનોમિક શહેર છે ત્યારે સુરતની આ ઓળખને ટકાવી નવી ઊંચાઈઓ પર લઈ જવાનો મોટો પડકાર છે. કારણ કે સુરતને 'મીની ભારત ' કહેવામાં આવે છે જ્યાં વિવિધ રાજ્યોમાંથી લોકો અહીં ધંધા રોજગાર અર્થે વસવાટ કરે છે.
ત્યારે અનેક પડકારો વચ્ચે તાજેતરમાં સુરત મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી મુગલીસરા, સુરત ખાતે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રીમતી શાલિની અગ્રવાલે પદભાર સંભાળ્યો છે. મ્યુ.કમિશનર તરીકે ચાર્જ લેતાની સાથે જ તેમણે મીડિયાના મિત્રોની ઔપચારિક મુલાકાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2006મા સુરત શહેરમાં આવેલ મહાવિનાશક પુર દરમિયાન સતત બે મહિના સુધી રોકાઈ ને સેનીટેશન અને સાફ સફાઈની કામગીરી ખૂબ સારી રીતે પાર પાડી હતી.
આ અગાઉ તેમણે તાપી જિલ્લામાં ડી.ડી.ઓ તરીકે ફરજ બજાવી હતી.અને બેસ્ટ ડી.ડી.ઓ તરીકેનો એવોર્ડ પણ મેળવેલ છે. સુરત શહેર અત્યાર સુધીમાં ભારત ભરમાં સૌથી ઝડપથી વિકસતું શહેર છે. સુરત શહેર શાંતિ-સુરક્ષા-યુનિટીનુ જીવંત ઉદાહરણ છે. આફતના સમયે અહીંના લોકોની એક બીજાને મદદરૂપ થવાની તત્પરતા અનોખી મિસાલ છે જે અન્યો માટે પ્રેરણાદાયી છે. ભારત સરકાર શહેરના ઘણા પ્રોજેકટો માટે ગ્રાન્ટ ફાળવી રહી છે.ઘણા આઇકોનિક પ્રોજેકટો શહેરમાં સાકારિત થયા છે. ગુજરાત સરકાર પણ શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને લોકો સાથે સંકલન માં રહી શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા કટીબધ્ધતા દર્શાવી હતી.