પતંગ-દોરી 10થી 15 ટકા સુધી મોંઘા, પતંગ બજારમાં મંદી
Mnf network: દિવાળી તહેવાર બાદ જાન્યુઆરી માં આવતો તહેવાર એટલે મકરસંક્રાતિ. ખાસ કરીને પતંગ રસિયાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ નો પર્વ, આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા સુધી મોંધા બની ગયા છે.
70 માં મળતા પતંગો આ સાલ 80 થી 100 માં મળી રહ્યા છે આથી ગોંડલની બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે. છેલ્લા ઘણા વર્ષોથી સીઝન સ્ટોર ચલાવતા ગોંડલ ના વ્યાપારી સાગર ભુવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ભર માં પતંગો ની બજાર માં પતંગો મુખ્યત્વે ખંભાત, અમદાવાદ, નડિયાદ, રાજકોટ થી આવતી હોઈ છે પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી આવી છે
પતંગ દોરાનું પીઠું ગણાતું સુરત મુખ્ય સ્થાન ધરાવે છે સુરત થી આવતો સુરતી માંજા - શિવમ સહિતની 50 થી વધુ વેરાયટીઓ આવે છે તેમજ બરેલી થી પણ દોરાની પુસ્કળ આવક જોવા મળે છે દોરીમાં એક ઇંચથી શરૂૂ કરી 10 હજાર વાર દોરીની ફિરકી પણ બજાર માં ઉપલબ્ધ છે પતંગ ની સાથે સાથે દોરીના ભાવમાં પણ 15 ટકા જેટલો વધારો થયો છે ગયા વર્ષે 600 માં મળતી રિલના ભાવ થયા 700 એ પોહ્ચ્યો છે પતંગોમાં પણ 50 થી 60 જેટલી નાની મોટી વેરાયટીઓ આવે છે. કાપડની 1 ફુટથી લઇ 7 ફુટ સુધીની પતંગો આવી છે. આ વખતે સંદેશાઓ આપતી પતંગો આવી છે. સાથે સાથે દોરી, બ્યુન્ગલ અને માસ્ક - ગોગલ્સ - બાળકો માટે એસેસરીઝ માં પણ વેરાઈટી ઓ આવી છે.