વેપારીઓ આનંદો ! CM રૂપાણીએ 36 શહેરોમાં લાદવામાં આવેલ આંશિક લોકડાઉનને લઈ કરી મોટી જાહેરાત

વેપારીઓ આનંદો ! CM રૂપાણીએ 36 શહેરોમાં લાદવામાં આવેલ આંશિક લોકડાઉનને લઈ કરી મોટી જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આંશિક lockdown ચાલુ છે. રાજ્યના 36 શહેરોમાં હાલમાં દિવસે અને રાત્રે આંશિક lockdown ચાલુ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આંશિક lockdown ને લઈને આજે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 36 શહેરોમાં રાત્રે દરમિયાન કોરોના કર્ફ્યું ચાલુ રહેશે જ્યારે દિવસ દરમિયાનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 36 શહેરોમાં લાદવામાં આવેલા આંશિક lockdown નિયંત્રણો દિવસ દરમિયાન માટે હળવા કર્યા છે. 36 શહેરોમાં લાગેલા આશિંક નિયંત્રણો હળવા કરાયા છે જેમાં આવતીકાલ થી તમામ લારી ગલ્લા અને દુકાનો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે જ્યારે રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. મુખ્યમંત્રી ની આ જાહેરાતથી હવે વેપારીઓની થોડીક રાહત થશે અનેે બપોરે ૩ વાગ્યા સુધી વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે.