આમ આદમી પાર્ટી વાવાઝોડાથી અસરગ્રસ્તોને મદદ કરવા પહોંચી : સરકારે હવાઈ નિરીક્ષણ કરી રાહત પેકેજની માત્ર જાહેરાત કરી !

આમ આદમી પાર્ટી વાવાઝોડાથી અસરગ્રસ્તોને મદદ કરવા પહોંચી : સરકારે હવાઈ નિરીક્ષણ કરી રાહત પેકેજની માત્ર જાહેરાત કરી !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ટૌટે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન પહોંચ્યું છે અનેક લોકોના મકાનોના છાપરા, છત વગેરે ઉડી ગઈ છે તો વળી વરસાદને કારણે કેટલાક લોકોના ઘરમાં પાણી પણ ભરાયા હોવાના કિસ્સા બન્યા છે. એટલું જ નહીં અનેક લોકો વાવાઝોડાને કારણે બેઘર બન્યા છે તેમજ કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. સૌરાષ્ટ્રની આ દયનિય સ્થિતી નું નિરીક્ષણ કરવા માટે ખુદ પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાં અને પરિણામે તારાજી સર્જાઇ છે ત્યારે આમ આદમી પાર્ટી બેઘર બનેલા નિઃસહાય લોકોના વ્હારે આવી છે. સુરતના આમ આદમી પાર્ટીના નગરસેવકો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકોના સહકારથી બેઘર બનેલા લોકોની સહાય માટે 1000 રાશન કીટો તૈયાર કરવામાં આવી હતી. આ 1000 જેટલી રાશન કીટો હાલમાં સૌરાષ્ટ્રમાં જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડાઇ છે.

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ગઈકાલે હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આજે મુખ્યમંત્રી ખુદ સૌરાષ્ટ્રના ઉના પહોંચ્યા હતા અને ત્યાંના અસરગ્રસ્ત લોકો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો. જોકે સરકાર દ્વારા લોકો માટે સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ આ સહાય માત્ર કાગળ ઉપર રહી જાય તો તેનો કોઈ અર્થ નથી. કેન્દ્ર સરકારે જાહેર કરેલો એક હજાર કરોડનું પેકેજ એ તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને મળે તો જ સાચા અર્થમાં ઉપયોગી નીવડી શકે છે. કારણકે સરકાર દ્વારા કરાતી જાહેરાતો ની સહાય એ લાંબા સમય બાદ અનેક જટિલ પ્રક્રિયામાંથી પૂર્ણ થયા પછી માંડ માંડ લોકોને મળતી હોય છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા અસરગ્રસ્ત લોકોને સીધી જ યથાશક્તિ સહાય કરવામાં આવી રહી છે