ઊંઝા : જન ચેતના મંચનું કોરોના કાળમાં સરાહનીય કાર્ય, જાણીને કરશો પ્રસંશા

ઊંઝા : જન ચેતના મંચનું કોરોના કાળમાં સરાહનીય કાર્ય, જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : કોરોના કાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્ચ હિન્દુ પરિષદ-ઊંઝા ના सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ના ભાવ દ્વારા જન ચેતના મંચ,ઊંઝાના માધ્યમથી તા.૭/૫/૨૧ થી તા.૧૬/૫/૨૧ સુધી અવિરત સ્વંયસેવકો, સ્પોર્ટસ ગ્રુપ-ઊંઝા તેમજ દાતાઓના સહયોગથી ઊંઝા માં આવેલ સર્વે કોવિડ હોસ્પિટલો,રસીકરણ કેન્દ્ર, ઉમિયા માતાજી આઈશોલેશન સેન્ટર, કોવિડ હોસ્પિટલ વડનગર માં આરોગ્ય વર્ધક લિંબુ, આદુ, ખડીસાકર ના સરબતનુ વિતરણ કરવામાં આવ્યું હતું...

સ્વયંસેવકો દ્વારા હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં પ્રત્યેક્ષ જઈને કોરોના દર્દીઓને, દર્દીના સગાવ્હાલાઓ તેમજ હોસ્પિટલ ના સ્ટાફના અંદાજીત બે હજારથી વધુ લાભાર્થીઓને કોઈપણ જાતના ફોટોશેસન વગર, સૌના આત્મસન્માન ને સાચવીને, સર્વ જીવ હિતાવહ ના ભાવથી વહેલામાં વહેલી તકે ઊંઝા, વડનગર તેમજ તાલુકા ના નગરજનો કોરોના મુક્ત બને તે માટે જન ચેતના મંચ,ઊંઝા દ્વારા આ સેવા યજ્ઞ માં કામગીરી કરવામાં આવેલી હતી.