સુરત : મેયર અને કમિશ્નરે પ્રજા પ્રતિનિધિ સાથે ઉદ્ધત વર્તન કરનાર ડે. ઈજનેર ને આ રીતે પાઠ ભણાવ્યો, જાણો સમગ્ર મામલો

સુરત : મેયર અને કમિશ્નરે  પ્રજા પ્રતિનિધિ સાથે ઉદ્ધત વર્તન કરનાર ડે. ઈજનેર ને આ રીતે પાઠ ભણાવ્યો, જાણો સમગ્ર મામલો
તસ્વીરમાં ડાબે કમિશ્નર શાલિની અગ્રવાલ અને જમણી તરફ મેયર હેમાલિબેન બોઘાવાલા દ્રશ્યમાન થાય છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશ્નર શાલિની અગ્રવાલે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સુરત મહાનગરપાલિકા એક્શન મોડ માં આવી ગયું છે .જોકે મહાનગરપાલિકાના તમામ વહીવટી નિર્ણયો ખૂબ જ ઝડપથી લેવામાં આવે છે અને સાથે સાથે મહાનગરપાલિકાને મળતી સમસ્યાઓનું પણ તાત્કાલિક નિવારણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં પાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ કિશોર મિયાણી સાથે ઉદ્ધત વર્તન કરનાર ડેપ્યુટી ઇજનેરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાઇ છે .

મળતી માહિતી મુજબ નવરાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ જે બંધ હાલતમાં હતી તે ચાલુ કરવા મુદ્દે લાઈટ અને ફાયર સમિતિના ચેરમેન કિશોર મિયાણી દ્વારા ડેપ્યુટી ઇજનેર શશીકાંત પટેલને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેમણે ઉચ્ચતાઈ ભર્યા જવાબો આપ્યા હતા જેની જાણ મેયર ને કરવામાં આવી હતી જેને લઇ ડેપ્યુટી કમિશનરની બદલી હાઇડ્રોલિક વિભાગમાં કરાઈ છે . ડેપ્યુટી ઇજનેર કક્ષાના ત્રીજી શ્રેણીના કર્મચારી શશીકાંત રમેશભાઇ પટેલ તરફથી મળેલો જવાબ જાણી મેયર હેમાલી બોઘાવાલા પણ અવાક થઇ ગયા હતા . સમિતિના અધ્યક્ષને જે પ્રમાણે જવાબ આપવામાં આવ્યો છે તો સામાન્ય નાગરિકો સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે . તે હકીકત પામી ગયેલા મેયરે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં ભરવા મ્યુ . કમિશનરને નોંધ મુકી હતી .

જેને ગંભીરતાથી લઈ કમિશ્નર શાલિની અગ્રવાલે સમગ્ર મામલે વિજિલન્સ તપાસનો આદેશ કર્યો હતો . સાથોસાથ અધ્યક્ષ સાથે અણછાજતું વર્તન કરનારા ડેપ્યુટી ઇજનેરને તાત્કાલિક અસરથી કતારગામ ઝોનમાંથી બદલી હાઇડ્રોલિક વિભાગમાં બદલીનો હુકમ કર્યો છે. અત્રે નોધનીય છે કે હાલમાં સુરત મહાનગરપાલિકામાં મેયર તરીકે શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા છે તો સુરતના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે શ્રીમતી શાલીની અગ્રવાલ છે. આમ બંને મહત્વના હોદ્દાઓ ઉપર મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે.જે મહિલા સશક્તિકરણનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે.