આરોગ્ય મંત્રીને અર્પણ : આંધળો વિકાસ ? 6 લાખની વસ્તી ધરાવતા સુરતના આ 5 તાલુકાઓમાં એક પણ સરકારી કોવિડ સેન્ટર નથી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ના કેસો માં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલા ગામડાઓ એ સ્વયંભૂ lockdown નો માર્ગ અપનાવ્યો છે આ બધા વચ્ચે ચોંકાવનારી હકીકત એવી બહાર આવી છે કે કલાકથી વધારે વસ્તી ધરાવતા પાંચ તાલુકાની જનતા માટે આજદિન સુધી એક પણ સરકારી covid સેન્ટર કાર્યરત ન કરાતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત ગ્રામ્યના પલસાણા, ઉમરપાડા, ચોર્યાસી, કામરેજ અને ઓલપાડ આમ 5 તાલુકા ના 331 ગામના 6,70,491 લાખ લોકો કોવીદ-19 ની સરકારી સારવાર માટે એકમાત્ર સુરત સિવિલના ભરોસે છે. સુરત ગ્રામ્યના આ 5 તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગે કોવીદના દર્દીઓ માટે સરકારી કોવીડ સેન્ટરની સુવિધા ઉભી ન કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કોવીડ ની સારવાર માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સુરત ગ્રામ્યના પલસાણા, ચોર્યાસી, કામરેજ, અને ઓલપાડ આ ચાર તાલુકા સુરત શહેરને અડીને આવેલા હોવાથી અહીના લોકો કામ ધંધા અર્થે સાથે અન્ય તમામ કામગીરી થી સુરત શહેર સાથે સંકરાયેલા હોવાથી આ ચાર તાલુકામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. જયારે રાજ્ય આરોગ્ય મંત્રી સુરતના હોવા છતાં સુરત ગ્રામ્યના સુરત શહેરને અડીને આવેલા 5 તાલુકાની 331 ગામના 6,70,491 લાખ જનતા સરકારી કોવીડ સેન્ટરના લાભથી વંચીત રહેતા ખાનગી હોસ્પિટલોના હાથે લુટાઈ રહી છે એ સરકાર માટે ખુબ શરમજનક બાબત કહી શકાય.