સુરત : આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની 4 થી 5 ગાડીઓ સિંગણપુર કોવિડ કેર સેન્ટર તરફ દોડી અને......જાણો પછી શુ થયું
 
                                મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં કાળઝાળ ગરમીને કારણે અનેક ઠેકાણે આગજનીના બનાવો બનતા હોય છે. તાજેતરમાં ભરૂચ હોસ્પિટલ માં લાગેલી આગમાં 16 જેટલા લોકો મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી હતી જેને લઇને હવે મહાનગરો નું ફાયર તંત્ર ખૂબ જ સતર્ક બની ગયું છે.
ત્યારે આજે 3 may 2021 ની રાત્રે 10:30 વાગે આજુબાજુ સિંગણપુર ચોકડી પાસે આવેલા મલ્ટીપર્પઝ હોલ કે જ્યાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર છે, એનાથી થોડેક દૂર એક કચરાના ઢગલામાં એકાએક આગ લાગતા ભયનો માહોલ ફેલાયો હતો. જેને લઇને સ્થાનિક રહીશોએ ફાયર વિભાગને કોલ કર્યો હતો.
કોવિડ કેર સેન્ટરની બાજુમાં આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગની ચારથી પાંચ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે ફાયર વિભાગની ગાડીઓના સાયરન સંભાળતાની સાથે જ આસપાસના રહીશોમાં કૂતુંહુલતા સર્જાઈ હતી. ક્યાંક આગળની મોટી દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
જો કે, કચરાના ઢગલામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા જેથી covid કેર સેન્ટરમાં રહેલા દર્દીઓમાં પણ થોડો ઘણો ભય ફેલાયો હતો તો બીજી બાજુ ફાયર બ્રિગેડે આવીને આગ તરત જ બુઝાવી દીધી હતી અને ફાયર બ્રિગેડની ગાડીઓ પાછી જતી રહી હતી. આ સાથે ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે કે કેમ તે તપાસવા માટે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓના હોર્ન સંભળાતા જ આસપાસના કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો વળી રહીશોમાં ભય નું મોજું ફેલાઈ ગયું હતું.
 
                             
                 
                 
                 
                 
                 
                 
                 
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
                                        
                                     
            
            