આધેડ લોકોની ડ્રિન્ક એન્ડ ડિનર પાર્ટીમાં પોલીસ ત્રાટકી : જુગાર રમતી 5 મહિલા સહિત 7 જુગારી ઝડપાયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા સેટેલાઈટમાં જુગાર રમતી પાંચ મહિલાઓ અને દારૂ પીધેલા બે વ્યક્તિઓની મજામાં પોલીસે ભંગ પડાવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીના મકાન નંબર 23માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે અને દારૂ પી રહ્યા છે.
સેટેલાઇટ પોલીસે બાતમીને આધારે રેડ કરીને 5 મહિલા જુગાર રમતી અને બે પુરુષને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે શિવરંજની સોસાયટીના બંગલા નંબર 23 કે પરિન મહેન્દ્ર શાહ જે મશીનરી ફેક્ટરી ધરાવે છે. જેને પોતાના મિત્રોને ડ્રિન્ક અને ડિનર અને જુગાર રમવા માતે બોલાવ્યા હતા. જેને આધારે પોલીસ રેડ કરી ઝડપી પડ્યા હતા. તમામ આરોપીઓની ઉંમર 40 વર્ષથી 62 વર્ષની છે. આરોપીઓ પૈકી 2 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપી પડ્યા હતા. પોલીસે 17 હજાર રોકડા, કોઈન અને બે પાનાની કેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના નામ
પરીન મેહન્દ્રભાઇ શાહ- 46 વર્ષ
અમન અમુલખ વાલાણી-58 વર્ષ
નિલાબેન કોઠારી- 62 વર્ષ
ગુલઝાર અમનભાઇ વાલાણી40 વર્ષ
હેતલ પરિન શાહ- 44 વર્ષ
ગાયત્રી પ્રણયભાઇ શાહ- 48 વર્ષ
જ્યોત્સના ભાગ્યેશ પટેલ