સુરત પાસેથી મને સાયકલ દ્વારા ભારત ભ્રમણની પ્રેરણા મળી છે : સાયકલ પ્રવાસી પરમવીરજી

સુરત મહાનગર પાલિકાની સાયકલ રાઇડિંગ પ્રત્યેની જાગૃતતા પ્રશંશનીય છે

સુરત પાસેથી મને સાયકલ દ્વારા ભારત ભ્રમણની પ્રેરણા મળી છે : સાયકલ પ્રવાસી પરમવીરજી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સ્માર્ટ સિટી સુરત હવે સાયકલ સીટી ના નામે પણ જાણીતું બન્યું છે. કારણ કે સુરતમાં અવારનવાર સાયકલ રેસના કાર્યક્રમો યોજાય છે. એટલું જ નહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરતમાં તૈયાર કરાયો છે અને લોકોને સાયકલ ચલાવવા માટે વિવિધ કાર્યક્રમો દ્વારા વારંવાર જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ત્યારે આજે સુરતમાં સાયકલ દ્વારા ભારતનું પરિભ્રમણ કરવા નીકળેલા પરમવીરજી નામના સાયકલિસ્ટ આવી પહોંચ્યા હતા અને તેમણે સુરતના વિવિધ વિસ્તારોમાં સાયકલ પ્રવાસ કરીને લોકોને સાયકલ ચલાવવા માટે જાગૃત કર્યા હતા.

સાઈકલિસ્ટ પરમવીરજીએ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, " સુરત ખરેખર ખૂબ સુરત છે. સુરતના લોકોમાં સાયકલ પ્રત્યે જે જાગૃતતા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.સુરત મહાનગરપાલિકા ના કમિશનર, મેયર અને કર્મચારીઓ તેમજ નગર સેવકો દ્વારા સાયકલ પ્રત્યેની જાગૃતતા માટેના જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ ખરેખર પ્રેરણાદાયી છે. સુરત વાસીઓની સાયકલ પ્રત્યેની જાગૃતતા ને કારણે જ મને સાયકલ દ્વારા સમગ્ર ભારતની યાત્રા કરવાની પ્રેરણા મળી છે."

વધુમાં પરમવીરજી એ જણાવ્યું હતું કે તેઓ સાયકલ દ્વારા સમગ્ર ભારતની યાત્રા કરવા જઈ રહ્યા છે અને વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો તેમનો દ્રઢ નિર્ધાર છે. પરમવીરજીએ સુરત પોલીસ કમિશનર અજય તોમર ની પણ મુલાકાત લીધી હતી.પરમવીરજીએ સુરતવાસીઓ નો આભાર માનતા જણાવ્યું હતું કે ખરેખર સુરતના લોકો ખૂબ જ ઉદાર દિલના છે અને મને અહીંના લોકો પાસેથી ખૂબ જ પ્રેમ મળ્યો છે.