વિસનગર : ભાજપ અને AAP વચ્ચે હવે સીધો મુકાબલો : આપે કોને ઉતાર્યા મેદાનમાં ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઉત્તર ગુજરાતની વિસનગર વિધાનસભા સીટ પર હાલમાં ભારે ચૂંટણીનો જંગ જામ્યો છે. કારણકે આ સીટ પર થી ભાજપ દ્વારા ઋષિકેશ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ થોડાક સમય પહેલા અર્બુદા સેનાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે સમજી વિચારીને આ સીટ પર એક એવા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે કે જે સામાજિક રીતે ભારે પ્રભુત્વ ધરાવે છે જેથી ભાજપને કાંટે કી ટક્કર નો સામનો કરવો પડશે.આમ આદમી પાર્ટી એ વિસનગર સીટ ઉપર જયંતીભાઈ પટેલ (વકીલ)ને ટિકિટ આપી છે જેને લઈને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વિસનગર સીટ ઉપર હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે એવું માનવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના જયંતીભાઈ વકીલ મોટા 52 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને આ સીટ પર મોટા 52 કડવાપાટીદાર સમાજનું ભારે પ્રભુત્વ રહેલું છે.જોકે ભાજપ ના ઋષિકેશ પટેલ સામે છેલ્લા ઘણા સમયથી અર્બુદા સેના વિરોધમાં છે.તેથી આનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ શકે છે.કારણ કે વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોવાના સમાચારો વહેતા થયા હતા.
કોણ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ?
આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતીભાઈ પટેલ અનેક સામાજિક, ધાર્મિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે આ રહી તેમની સંપૂર્ણ માહિતી
–ઃ સામાજીક પ્રવૃત્તિ : --
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ , સુરતના ૧ ટર્મ પ્રમુખ , ૨ ટર્મ મંત્રી અને ૧૯૮૫ થી સતત કારોબારી સભ્ય .
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ , સુરત સંચાલીત મેડિકલ સહાય કમિટિના મેમ્બર ,
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ ( જનરલ ) ના સતત ૫ વર્ષ સુધી કારોબારી સભ્ય .
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજના કાંસા ગામના પ્રતિનિધિ .
શ્રી કાંસા પ્રગતિ મંડળ , સુરતના છેલ્લા ૩૦ વર્ષથી સતત પ્રમુખ તરીકે સેવા •
સીટી સેન્ટર ઓફીસ હોલ્ડર્સ કો . ઓ . સોસાયટી લી . , સોસીયો સર્કલ , સુરતના છેલ્લા ૧૫ વર્ષથી પ્રમુખ .
–ધાર્મિક પ્રવૃત્તિ -
•શ્રી ઉમિયા પરિવાર સંસ્થાન , ઉમિયા ધામ , વરાછા રોડ , સુરતમાં છેલ્લા ૩૦ વર્ષથી કારોબારી સભ્ય .
• શ્રી ઉમિયા પરિવાર સંસ્થાન , ઉમિયા ધામ , વરાછા રોડ , સુરતના લીગલ મિટિના કન્વીનર .
• શ્રી ઉમિયા માતાજી સંસ્થાન , ભાઠેના , સુરતમાં લીગલ એડવાઈઝર .
• શ્રી ઉમા પુરમ સંસ્થાન , ડીંડોલી , સુરતમાં લીગલ એડવાઈઝર .
• શ્રી અંબિકા સંસ્થાન ટ્રસ્ટ , કાંસા , તા . વિસનગર , જી . મહેસાણાના કમિટિ મેમ્બર
- સહકારી પ્રવૃત્તિ :
• શ્રી ઉમા મોટા બાવન કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી . સુરતના મેનેજીંગ ડીરેકટર . ( સ્થાપના સમયથી )
• ઘી કાંસા પીપલ્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી . સુરત શાખાના ડીરેકટર .
- શૈક્ષણિક પ્રવૃત્તિ :
• કુ . રાઈબેન ઈ . પટેલ એઝયુકેશન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન , કાંસા , તા . વિસનગર જી . મહેસાણાના ટ્રસ્ટીશ્રી .
• રમતગમત પ્રોત્સાહન .
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય .
• આદિવાસી વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ .
જરૂરિયાતમંદ દર્દીઓને મેડીકલ સારવાર માટે જરૂરી માર્ગદર્શન .
– સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ :
પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ દ્વારા અટકાયત કરેલ યુવાનોને નિઃશુલ્ક સેવા આપી જામીન મુકત કરાવેલ , અને યુવાનો પર થયેલા કેસોના નિકાલ સુધીની તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવેલ .