વડનગર : ન.પા.ચૂંટણીના પરિણામોમાં PM મોદીના વતનમાં જ ભાજપના રંગમાં ભંગ પડ્યો : જવાબદાર કોણ ?

વડનગર નગરપાલિકા ચૂંટણી ના પરિણામો માં...
વોર્ડ નંબર 1 માં અગાઉ બે બેઠક બિનહરીફ થઈ હતી
બે બેઠક પૈકી એક બેઠક ઉપર કોંગ્રેસનો વિજય
કોંગ્રેસના મહેન્દ્ર ઠાકોરને સૌથી વધુ મત મળ્યા
વોર્ડ નં 6 માં એક કોંગ્રેસ ઉમેદવાર જીત્યા
સાત જેટલા ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ થયા હતા
ધારાસભ્યની નિષ્ક્રિયતા ને લઈને કોંગ્રેસને બે બેઠકો પર બગાસું ખાતાં પતાસુ મળી ગયું
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર નગરપાલિકાનું પણ પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપ સંપૂર્ણ બેઠકો પર જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું કારણ કે બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા.
જો કે અગાઉ વડનગર નગરપાલિકામાં સંપૂર્ણ પણે ભાજપનું શાસન હતું. આ વખતે પણ વડનગર નગરપાલિકાને કોંગ્રેસમુક્ત બનાવવા માટે ભાજપના નેતાઓએ પુર જોશમાં પ્રચાર કર્યો હતો પરંતુ વડનગર નગરપાલિકાની 28 બેઠકોમાંથી 26 બેઠકો પર જ ભાજપ જીત મેળવી શક્યું હતું જ્યારે બે બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો.
અત્રે નોંધનીય છે કે વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન છે તેથી સ્વાભાવિક પણે અહીં નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થવાની શક્યતાઓ જોવામાં આવી રહી હતી પરંતુ આ વિસ્તારની જવાબદારી જેમના માથે છે એવા આ વિસ્તારના પ્રજાપતિ નિધિ ( ધારાસભ્ય ) ક્યાંક ને ક્યાંક પ્રજાની સમસ્યાઓને ઉકેલવામાં તેમજ સંગઠનને સંગઠિત રાખવામાં ઉણા ઉતર્યા હોય તેવું ચૂંટણીના પરિણામો દર્શાવે છે.