સુરત: આજથી હેલ્મેટ નહી પહેરનારા ટુ વ્હીલરો દંડાશે : હેલ્મેટ ના ભાવ ઊંચકાયા

સુરત: આજથી હેલ્મેટ નહી પહેરનારા ટુ વ્હીલરો દંડાશે : હેલ્મેટ ના ભાવ ઊંચકાયા

સુરત સહિત રાજ્યભરમાં આજથી ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ ફરજિયાત ,

 ન પહેરનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી

સુરતમાં કુલ 300 થી વધારે અધિકારીઓ, 3,000 થી વધારે પોલીસ કર્મચારીઓ સાથે 40 જેટલી ટીમ દરેક જંકશન ઉપર તૈનાત

વીડિયો ઓન 772 કેમેરા,ઈન્ટરસેપ્ટર વેનથી હેલ્મેટ નહીં પહેરનારા પર બાજ નજર

દુકાનો પર હેલ્મેટ ખરીદવા ચાલકોની લાઈન લાગી.. હેલ્મેટ ના ભાવ ઉંચકાયા 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજથી હેલ્મેટને મુદ્દે સરકારે કડક વલણ અપનાવ્યું છે જેમાં હેલ્મેટ પહેર્યા વિના જાહેર માર્ગ પર નીકળનાર વાહન ચાલકો પાસેથી મસ્ત મોટો દંડ વસૂલવાનો નિર્ણય લેવાયો છે જેને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

સુરતમાં 300 થી વધારે અધિકારીઓ તેમજ 3000 જેટલા પોલીસ કર્મચારીઓ 772 જેટલા વીડિયો ઓન કેમેરા, ઈન્ટરસેપ્ટર વેન થી હેલ્મેટ નહીં પહેરનારા લોકો ને દંડ ફટકારવામાં આવશે.