લ્યો બોલો ! કાર ચાલકને હેલ્મેટ ના નામે 500 નો દંડ ફટકાર્યો : સુરત માં હેલ્મેટ પેટે ₹ 1.18 કરોડ ખંખેર્યા

સુરત પોલીસે એક જ દિવસમાં હેલ્મેટ ના દંડ પેટે 23 હજાર લોકો પાસેથી 1.18 કરોડ નો દંડ વસૂલ્યો
હેલ્મેટ ના નામે સરકારની ઉઘાડી લૂંટ સામે લોકોમાં રોષ
ભાજપના નેતાઓમાં પણ અંદરખાને કચવાટ
સામાન્ય માનવી ની દૈનિક આવક કરતા વધારે દંડ !
દંડ ની બીકે 70 % લોકો હેલ્મેટ પહેરી નીકળ્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : હેલ્મેટ ના નામે સરકારે લોકો સાથે ઉઘાડી લૂંટ શરૂ કરી છે. ત્યારે તાજેતરમાં જ ભાજપના સુરતના પૂર્વ ધારાસભ્ય એ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત અનેક ભાજપના નેતાઓ મનમાં તો હેલ્મેટ નો વિરોધ કરી રહ્યા છે પરંતુ પક્ષમાં હોવાને કારણે તેઓ ખુલીને વિરોધ કરી શકતા નથી એ તેમની મજબૂરી કહીએ તો પણ અતિશયોક્તિ ભર્યું નથી.
જોકે પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા લોકોને મેમા ફટકારવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે મેમા ફટકારવામાં પણ આડેધડ મેમા ફટકાર્યા હોય તેવી એક ઘટના જામનગર થી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર સમર્પણ સર્કલ પાસે GJ 10 GA 0077 બોલેરો કાર ના ચાલક નરશીભાઈ જોધાભાઈ ને હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનો મેમો ફટકાર્યો હતો.જેની રસીદ સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઈ છે.
પોલીસે કારચાલકને હેલ્મેટનો મેમો ફટકાવ્યો હોવાની ઘટના સામે આવતા પોલીસની આ કામગીરી સોશિયલ મીડિયામાં હસીપાત્ર બની રહી છે. આ મુદ્દે ચર્ચાઈ રહ્યું છે કે શું હેલ્મેટ નો કાયદો લોકોની સુરક્ષા માટે છે કે પછી સરકારની તિજોરી ભરવા માટે ?