સુરત : DGVCL ની લાલિયાવાડી થી લોકો ત્રાહિમામ : રાત્રે વરસાદ પડતા જ અડધો કલાક વીજળી ગુલ થઈ ગઈ !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સુરતમાં છાસવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધાંધિયા થી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. કારણકે અવારનવાર વીજળી ગુલ થઈ જવાની ઘટનાઓ બનવાથી હાયરાઇઝ ઇમારતો માં વારંવાર લિફ્ટ બંધ થાય છે. તેમજ લોકો પરેશાન થાય છે. બીજી બાજુ લાઈટ જતાની સાથે જ કસ્ટમર કેરમાં રાત્રિના સમયે ફોન કરવામાં આવે તો કોઈ પ્રત્યુતર મળતા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારની સાંજે સુરતમાં અલથાણ ભટાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાની સાથે જ રાત્રિના સમયે વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજળી ગુલ થઈ જવાને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. રાત્રે ત્રણ વાગ્યા આસપાસ સતત અડધા કલાક સુધી વીજળી ગુલ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
અત્રે નોંધનીય છે કે સુરતમાં જ્યાં ટોરેન્ટ પાવર દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે ત્યાં આ રીતે વીજળી ગુલ થવાની ઘટનાઓ ભાગ્યે જોવા મળતી હોય છે અને જો કદાચ વીજળી ગુલ થાય તો પણ તાત્કાલિક તેનું સોલ્યુશન આવી જતું હોય છે. બીજી બાજુ સરકારી તંત્ર ગણાતા વીજ કંપનીમાં ક્યાંક ને ક્યાંક લાલિયા વાડી ચાલી રહી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.