ઊંઝા ભાજપમાં ભડકો થવાના એંધાણ :.....તો ગમે ત્યારે પડી શકે છે સામુહિક રાજીનામા ?

ઊંઝા ભાજપમાં ભડકો થવાના એંધાણ :.....તો ગમે ત્યારે પડી શકે છે સામુહિક રાજીનામા ?

નગર પાલિકાના ભાજપના મેન્ડેડ પર ચૂંટાયેલા નગર સેવકોમાં ભારે નારાજગી

ગાવ ચલો અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યશાળા માં નારાજ નગર સેવકો રહ્યા ગેર હાજર

પાંચ બળવાખોર સામે પગલાં ભરવા ઉઠી છે માંગ

જો પગલાં નહિ ભરાય તો સામુહિક રાજીનામા પડવાની શક્યતાઓ

ધારાસભ્ય સંગઠન ને મજબૂત બનાવવા ને બદલે APMC માં સત્તા મેળવવા મારી રહ્યા છે ફાંફા

ધારાસભ્ય ની કામગીરી પ્રત્યે નગર સેવકો અને કાર્યકરોમાં ભારે નારાજગી

ભાજપ જિલ્લા પ્રમુખ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં : કાર્યકરો ની રજૂઆતો સામે આંખ આડા કાન

નારાજ નગર સેવકો સીધી રજૂઆત પ્રદેશમાં કરે તેવી શક્યતાઓ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા ધારાસભ્ય ની નિષ્ક્રિયતા અને રાજકીય સૂઝબુઝ ને અભાવ ને પગલે ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર જૂથવાદ અને નારાજગી જોવા મળી રહી છે. જે તાજેતરમાં યોજાયેલ ભાજપની કાર્યશાળા ની બેઠકમાં સ્પષ્ટ પણે જોવા મળ્યું હતું.

ભાજપની “ ગાંવ ચલો અભિયાન”હેઠળ ઊંઝા મંડલની કાર્યશાળા 5 ફેબ્રુઆરી ને સોમવાર ના રોજ એપીએમસી હોલ,ઊંઝા ખાતે યોજાઇ હતી.આ કાર્યશાળામાં અપેક્ષિત 100 થી 150 કાર્યકરો અને પદાધિકારીઓ હતા.પણ માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો હાજર રહ્યા હતા.

ખાસ કરીને ઊંઝા નગર પાલિકા ના ભાજપના મેન્ડેડ પર ચૂંટાયેલા 20 પૈકી માત્ર ચાર - પાંચ જ નગર સેવકો હાજર હોવાનું જાણવા મળ્યું છે. તો વળી અગાઉના દિવસે ધારાસભ્ય એ તેમના કાર્યાલયે બોલાવેલી નગર સેવકોની બેઠકમાં પણ ભાજપના મેન્ડેડ વાળા બે ચાર નગર સેવકો જ હાજર રહ્યા હતા.જેને લઇ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના મેન્ડેડ વાળા નગર સેવકો ધારાસભ્ય ની કામગીરી થી ક્યાંક ને ક્યાંક નારાજ હોવાનું ચર્ચાય છે.

જો કે જે તે સમયે પાલિકાની પ્રમુખ પદ ની ચુંટણી વખતે પાંચ જેટલા નગર સેવકોએ ભાજપ સામે નારાજગી નો બળવો કરેલ એ નગર સેવકો સામે શિસ્તભંગ ના પગલાં ભરવાની અન્ય ભાજપના નગર સેવકોની માંગ છે.પણ આ પાંચ સામે કોઈ પગલાં નહીં ભરાતાં બાકીના ભાજપ ના નગર સેવકો માં નારાજગી હોવાનું મનાય છે.આ નારાજગી દૂર નહિ થાય તો વાત સામુહિક રાજીનામા સુધી આવે તો પણ નવાઈ નહિ ! 

ધારાસભ્ય એ ખરેખર તો સંગઠનમાં અને કાર્યકરોમાં એક સૂત્રતા જાળવી લોકોની મુશ્કેલીઓ નું સમાધાન અને વિકાસ કાર્યો તરફ આગળ વધવાનું હોય છે પણ આના બદલે ધારાસભ્ય એશિયાની સૌથી મોટી એપીએમસીમાં સત્તા મેળવવા માટે લાળ ટપકાવી રહ્યા હોવાનું ચર્ચાય છે.પોતાના મળતિયાઓને એપીએમસીમાં ગોઠવવા માટે ગાંધીનગર સુધી આંટાફેરા મારતા ધારાસભ્ય પોતાની જવાબદારી માંથી સરકવાનો પ્રયત્ન કરતા હોવાનું મનાય છે.

ત્યારેભાજપના મેન્ડેડ વાળા નગર સેવકો ધારાસભ્ય ની કામગીરીથી નારાજ હોવાનું મનાય છે.કાર્યકરોમાં પણ કોપી નારાજગી છે. જો કે ભાજપના મેન્ડેડ વાળા નગર સેવકોએ પોતાની વ્યથા ધારાસભ્ય થી લઇ જિલ્લા પ્રમુખ સુધી ઠાલવી છે અને હવે છેવટે પ્રદેશમાં ઉચ્ચ લેવલે આ ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું મનાય છે.આગામી સમયમાં ઊંઝા ની રાજનીતિ માં મોટો ભડકો થાય તો નવાઈ નહી !