ઊંઝા : ઉમિયા માતા સંસ્થાન ના ' અ ' વર્ગમાં સમાવેશ મુદ્દે સોશ્યલ મીડિયામાં રાજકીય લાભ ખાટવાના પ્રયાસ : સંસ્થાન એ શું કરી સ્પષ્ટતા ?

ઊંઝા : ઉમિયા માતા સંસ્થાન ના ' અ ' વર્ગમાં સમાવેશ મુદ્દે સોશ્યલ મીડિયામાં રાજકીય લાભ ખાટવાના પ્રયાસ : સંસ્થાન એ શું કરી સ્પષ્ટતા ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા માં આવેલ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતા સંસ્થાન ને તાજેતરમાં ' બ ' વર્ગમાંથી ' અ ' વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયા ગ્રુપમાં ઊંઝા ના ધારાસભ્ય ના સમર્થકો દ્વારા વાહ વાહી લૂંટવાના રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતને ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રક્રિયામાં કોઈ રાજકીય હસ્તક્ષેપ હોતો નથી.

ઊંઝા ના ધારાસભ્ય ના કેટલાક સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં ધારાસભ્યનો જૂની તારીખ નો એક લેટર પોસ્ટ કરીને તેના નીચે એવું લખાણ લખવામાં આવી રહ્યું છે કે,

માન.મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ સરકાર નો ખૂબ ખૂબ આભાર સહ ધન્યવાદ...

તા.18/02/23 ના રોજ કલેક્ટર શ્રી એમ.નાગરાજન સાહેબ ને ઊંઝા વિધાન સભાના સક્રિય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે લેખીત રજુઆત કરી પાટીદારો ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ને "બ" વર્ગ માં થી "અ" વર્ગ માં સામેલ કરવા કરેલ વિનંતિ નો સહર્ષ સ્વીકાર કર્યો તે બદલ માન.ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ સરકાર નો ઊંઝા શહેર ભાજપ સંગઠન ટીમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

આભાર...આભાર...આભાર...

આ અંગે ઉમિયા માતા સંસ્થાનના જણાવ્યા મુજબ, ઉમિયા માતા યાત્રાધામને ' બ 'વર્ગમાંથી ' અ ' વર્ગમાં રૂપાંતર કરવા માટે સંસ્થાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યાત્રાધામ સંસ્થાનને 'બ ' વર્ગમાંથી 'અ 'વર્ગમાં કરવા માટેનો એક ચોક્કસ માપદંડ હોય છે. એ માપદંડ ની પૂર્તતા થાય ત્યારે જ તેનો વર્ગ બદલાતો હોય છે. આમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ હોતો નથી. સંસ્થા ના હોદ્દેદાર ના નિવેદન પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ એક ચોક્કસ પ્રક્રિયા છે જેની પૂર્તતા થતા જે તે યાત્રાધામ સંસ્થાન નો વર્ગ બદલાતો હોય છે. આમાં કોઈની રાજકીય ભલામણ  કામ આવતી નથી.તેથી આ મુદ્દે રાજકીય લાભ ખાટવો એ કેટલો ઉચિત છે એ ભક્તો એ સમજવું રહ્યું !