સુરત : શાળાઓમાં કોરોના કેસોની સંખ્યમાં સતત વધારાને લઈ ચિંતા : શુ શાળાઓમાં ફરી લોકડાઉન આવશે ?

સુરત : શાળાઓમાં કોરોના કેસોની સંખ્યમાં સતત વધારાને લઈ ચિંતા :  શુ શાળાઓમાં ફરી લોકડાઉન આવશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  બે દિવસ અગાઉ કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં જુની પોસ્ટને વાયરલ કરવામાં આવી હતી. જેમાં 14 માર્ચથી 21 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવા માટેની જુની પોસ્ટ હતી. જોકે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાના સત્તાધીશો ને ફોન કરી ને પૃચ્છા કરી હતી. જોકે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ અંગે એસએમસી કમિશનરને જાણ કરતાં કમિશનરે ખુલાસો કર્યો હતો કે આ માહિતી ફેક છે.

જોકે છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં પણ કોરોના ના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં કેટલીક શાળાઓ અને કોલેજોમાં વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવવા લાગ્યા છે. ત્યારે સુરત મ્યુનિસિપલ દ્વારા શાળાના સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે જો શક્ય હોય તો ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે. જોકે સુરતમાં ચૂંટણી બાદ કોરોના એ માથું ઉચક્યું છે અને દિનપ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે એવી ચર્ચાઓ થવા લાગી છે કે શું ફરીથી lockdown આવશે ?

સોમવારે કુલ 2200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 37 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં આ સંખ્યા કુલ 153 પર પહોંચી ગઇ છે. કેટલીક કોલેજ અને સ્કૂલોમાં 10થી વધુ કેસ મળી આવતા 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલો અને કોલેજોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થવાને કારણે કેસ વધ્યા હોવાનું માનવામાં આવે છે. કેટલીક સ્કૂલોના શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં નાના વરાછાની એચ.વી. કાછડિયા મોડર્ન સ્કૂલના એક શિક્ષકને કોરોના થયો છે.