ઊંઝા : ધારાસભ્ય એ મારી સાથે ગદ્દારી કરી ! ધારાસભ્યના નજીકના નેતાએ કાઢ્યો બળાપો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને હવે બરાબર નો જંગ જામ્યો છે, ત્યારે ભાજપ દ્વારા આજે મેન્ડેડ જાહેર કરવામાં આવતા ધારાસભ્ય અને પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ નું પત્તુ કપાયું હતું જેને લઈને અરવિંદ પટેલે ધારાસભ્ય સામે પોતાનો બળાપો કાઢ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે.
એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગની પેનલમાંથી ફોર્મ ભર્યું હતું પરંતુ આજે ભાજપે જાહેર કરેલ મેન્ડેડમાં તેમનું નામ નહીં આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેમણે પોતાની હૈયા વરાળ મીડિયા સમક્ષ ઠાલવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય એ મારી સાથે ગદ્દારી કરી છે.
અત્રે નોંધનીય છે કે અરવિંદ પટેલ જ્યારથી કિરીટ પટેલ ધારાસભ્ય ચૂંટાયા ત્યારથી તેમની સાથે રહ્યા છે અને બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે છેલ્લા બે વર્ષથી ધારાસભ્ય પદ સંભાળી રહેલ કે કે પટેલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહ્યા છે જેના પાછળ એમના નજીકના જ માણસો જવાબદાર હોવાનું પણ લોકમુખી ચર્ચાય છે. ત્યારે ધારાસભ્યના અત્યંત નજીકના ગણાતા અરવિંદ પટેલે હવે ધારાસભ્યની વિરુદ્ધ બળાપો કાઢતા આગામી સમયમાં મોટો ભૂકંપ સર્જાવવાની શક્યતાઓને નકારી શકાતી નથી.