ઊંઝા : ભાજપમાં ભડકો : ધારાસભ્ય મૂક પ્રેક્ષક ? નવા જૂની ના એંધાણ !
ઊંઝા ભાજપ માં ભડકો : બે હોદ્દેનારો ઝઘડાતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીની હાજરી માં બની ઘટના છતાં બન્ને મૂક પ્રેક્ષક
જિલ્લા ભાજપ પ્રમુખ ના ઉડાઉ જવાબ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા ભાજપ સંગઠનમાં અંદરો અંદર આંતરિક વિખવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ઊંઝા ના ધારાસભ્યના કાર્યાલય કેશવ ભવન મા યોજાયેલ એક મિટિગમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે તું...તું... મેં.. મેં...વાળી થી લઇ ને ઢીશુમ ઢીશુમ સુધી વાત પહોંચી ગઈ હતી.
સૌથી મોટી આશ્ચર્ય ન વાત તો એ હતી કે, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી અને ઊંઝાના ધારાસભ્યની હાજરીમાં આ સમગ્ર ઘટના બની હતી. ઊંઝા નગરપાલિકાના પૂર્વ બાંધકામ કમિટી ચેરમેન એવા વર્તમાન નગર સેવક તેમજ ઊંઝા શહેર ભાજપ પ્રમુખ વચ્ચે થયેલી ઢીશુમ ઢીશુમ વાળી વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા ભાજપની ઈમેજ અને મોટો ધબ્બો લાગ્યો હતો.
જોકે આ અંગે જ્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ ની ઈમેજ ઊંઝામાં દિવસે દિવસે બગડી રહી છે જેની જિલ્લા પ્રમુખને જાણ હોવા છતાં પણ જિલ્લા પ્રમુખ આખ આડા કાન કરીને કોણ જાણે કેમ ઊંઝામાંથી ભાજપને નેસ્ત નાબુદ કરવાની સોપારી લીધી હોય તેવો ઘાટ ઘડી રહ્યા હોવાનું ચર્ચા રહ્યું છે.