ઊંઝા : પૂર્વ ન.પા.પ્રમુખ દિક્ષીતભાઇ પટેલે એસ. ટી. વિભાગને લખ્યો પત્ર : જાણો - શું કરી માંગણી ?

ઊંઝા : પૂર્વ ન.પા.પ્રમુખ દિક્ષીતભાઇ પટેલે એસ. ટી. વિભાગને લખ્યો પત્ર : જાણો - શું કરી માંગણી ?

પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે એસટી વિભાગને લખ્યો પત્ર 

ઊંઝા પાટણ રોડ પર પીક અપ સ્ટેન્ડ પર બસ થોભાવવા કરી ઉગ્ર રજૂઆત 

દીક્ષિતભાઈ પટેલે નગરપાલિકાના પ્રમુખ તરીકે કરી છે પ્રશંસનીય કામગીરી 

માત્ર 16 અઠવાડિયાના ટૂંકા શાસનમાં તેમણે લીધા છે મહત્વના 16 નિર્ણયો 

નગરજનોમાં  સૌથી લોકપ્રિય પાલિકા પ્રમુખ તરીકેની ઊભી થઈ હતી છાપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : મહેસાણા વિભાગીય નિયામક દ્વારા ઊંઝા પાટણ રોડ ઉપર જીઇબી ની સામે વિનંતી બસ સ્ટોપ (એસટી પીક અપ સ્ટેન્ડ) પર બસો ઉભી રાખવાનો આદેશ કરાયો હોવા છતાં પણ એસટી બસો નહિ ઉભી રહેતા મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થતા છેવટે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે એસ. ટી. વિભાગીય નિયામક મહેસાણાને પત્ર લખી તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગ કરી છે.

ઊંઝા નગરપાલિકા ના તત્કાલીન પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા થોડા સમય અગાઉ ઊંઝા પાટણ રોડ ઉપર જીઇબી ની સામે પીકઅપ સ્ટેન્ડ આપવા માટે એસ.ટી નિયામક, મહેસાણા પાસે માંગ કરવામાં આવી હતી. ત્યારે એસ.ટી નિયામક વિભાગ મહેસાણા દ્વારા ઊંઝા પાટણ રોડ ઉપર વિનંતી બસ સ્ટોપ મંજુર કરવામાં આવ્યું હતું. અને ત્યાંથી પસાર થતી તમામ બસોને ઉભી રાખવા માટેનો પત્ર પણ જે તે ડેપો મેનેજર ને વિભાગીય નિયામક મહેસાણા દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હતો.

 પરંતુ પીક અપ સ્ટેન્ડ પર એસ. ટી. બસો ન ઊભી રહેવાની રજૂઆતો મળતા પુનઃ દીક્ષિતભાઈ પટેલ દ્વારા એસ.ટી નિયામક વિભાગ,મહેસાણા ને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું છે કે ઊંઝા - પાટણ રોડ પર જીઈબી ની સામે પીક અપ સ્ટેન્ડ મંજૂર થયું હોવા છતાં પણ અહીં થી પસાર થતી બસો ઊભી રાખવામાં નહીં આવતી હોવાને કારણે મુસાફરોને રઝળપાટ કરવી પડે છે તેમ જ નાણાં ખર્ચીને એસટી બસ ડેપો સુધી જવું પડે છે. ત્યારે સત્વરે આ પીકઅપ સ્ટેન્ડ પર બસો ઊભી રહે તે માટે પગલા ભરાય તે ઈચ્છનીય છે.