PM મોદીના હોમ ટાઉન માં ભાજપની પકડ ઢીલી પડી ! જવાબદાર કોણ ?
PM મોદીનું વતન વડનગર ઊંઝા વિધાનસભામાં સમાવેશ પામેલ છે.
વર્તમાન ધારાસભ્ય કે કે પટેલ સ્થાયી ઊંઝામાં નહિ રહેતા હોવાથી ભાજપમાં આંતરિક ડખા વધ્યા
ઊંઝા નગર પાલિકામાં સત્તા ટકાવી રાખવા ભાજપે કામદાર સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા
પૂર્વ ધારાસભ્ય સ્વ ડો.આશાબેન નેતૃત્વમાં પ્રથમ વાર ઊંઝા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
વડનગર તાલુકા પંચાયતમાં પણ છૂપી નારાજગી જોવા મળી હતી
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ મજબૂત બની રહ્યું છે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી આ વખતે ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે 156 સીટ પ્રાપ્ત કરીને એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. પરંતુ કમનસીબ ની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદીના હોમ ટાઉનમાં ભાજપ દિવસે દિવસે નબળું પડી રહ્યું છે જેના માટે જવાબદાર કોણ ? એ મહત્વનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું હોમ ટાઉન વડનગર એ ઊંઝા વિધાનસભા વિસ્તારમાં આવે છે. ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ઊંઝા નગરપાલિકા અને વડનગર નગરપાલિકા તેમજ ઊંઝા તાલુકા પંચાયત અને વડનગર તાલુકા પંચાયત નો સમાવેશ થાય છે. તાજેતરમાં આગામી અઢી વર્ષ માટે જે પ્રમુખ પદની નિયુક્તિ કરવામાં આવી તેને લઈને ઊંઝા નગરપાલિકામાં અને વડનગર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરવા પડ્યા હતા. જેના પાછળનું મુખ્ય કારણ ભાજપમાં જ અંદરો અંદર ભારે નારાજગી જોવા મળી હતી.
ધારાસભ્યમાં રાજકીય કોઠાસૂઝ નો અભાવ
પૂજાના ધારાસભ્ય કિરીટ પટેલ માં રાજકીય કોઠાસૂદ નો અભાવ જોવા મળી રહ્યો છે.કેટલાક સત્તા લાલચુઓના ઇશારે કામ કરતા ધારાસભ્ય સામે જ પક્ષમાં નારાજગી પ્રવર્તી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલા માટે જ તાજેતરમાં ઊંઝા નગરપાલિકામાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખવા માટે કામદાર પેનલનો સહારો લેવો પડ્યો હતો. ચર્ચાથી વિગતો મુજબ ધારાસભ્યનો સ્થાયી વસવાટ ઊંઝા નહીં હોવાને કારણે ઊંઝા ભાજપના અંદરો અંદર ચાલતા રાજકારણથી ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય બે ખબર રહેતા હોય તેવું લાગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ કાર્યકરોમાં અંદરો અંદર ડખા ચાલતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે શહેરના પ્રશ્નો સુખદ રીતે ઉકેલી નહી શકનાર ધારાસભ્ય ગામડાઓના પ્રશ્ન ને લઈને કેટલા સતર્ક હશે એ તો તેમની કાર્ય પદ્ધતિ જ બતાવે છે.ગામડાના લોકોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
સ્વ. ડો.આશાબેન પટેલે ભાજપને મજબૂત કર્યું હતું
પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો .આશાબેન પટેલે તેમના અલ્પકાલીન રાજકીય કાર્યકાળ દરમિયાન ભાજપને ઊંઝા અને વડનગરમાં ખૂબ જ મજબૂત બનાવ્યું હતું. ઊંઝા નગરપાલિકામાં વર્ષોથી ભાજપ સત્તા વિહોણું રહ્યું હતું. ત્યારે ડો.આશાબેન ના નેતૃત્વમાં પ્રથમવાર ઊંઝા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. પરંતુ આશાબેન ના નિધન બાદ કે કે પટેલ ધારાસભ્ય બનતા ભાજપની પક્કડ ઢીલી થઈ રહી હોય તેવું લાગે છે તેમજ કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે ઊંઝા વિધાનસભાને રાજકીય પ્રયોગશાળા બનાવતા હોવાનો પણ ચર્ચા રહ્યું છે.