ઊંઝા : ભાજપ શહેર અને તાલુકા સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ!
તાલુકા અને શહેર સંગઠનમાં સંકલનનો અભાવ
ધારાસભ્યની નિષ્ક્રિયતા
તાલુકા ભાજપ પ્રમુખ ને કોર્ટે ફટકારી જેલની સજા
ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે.
સંગઠનમાં સમસૂત્રતાનો અભાવ
આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપને જઈ શકે છે મોટું નુકશાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ સંગઠનમાં કકળાટ ચાલી રહ્યો છે. જેને લઈને અવારનવાર મીડિયામાં ભાજપ ની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. ત્યારે સંગઠનમાં ચાલતા આંતરિક વિવાદ નો કકળાટ હવે પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના ના ટોચના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઊંઝા ભાજપ સંગઠનમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. તાજેતરમાં જ ઊંઝા ભાજપના એક નેતા ને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. તો બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સંગઠનના કેટલાક નેતાઓ પોતાના હોદ્દા નો દુરુપયોગ કરીને પક્ષની પ્રતિષ્ઠા ખરડાય તેવા કામ કરી રહ્યા છે. તો વળી બીજી બાજુ શહેર અને તાલુકા ભાજપ સંગઠનમાં સમસૂત્રતા નહીં હોવાનું પણ ચર્ચા રહ્યું છે.
ધારાસભ્યની નબળી કામગીરી અને નિષ્ક્રિયતા પણ ઊંઝામાં ચર્ચાનો મુદ્દો બની છે. જોકે પક્ષના કાર્યક્રમમાં અવારનવાર નાના-મોટા વિવાદો સર્જાતા રહે છે.આ વિવાદો પાછળ સંગઠનમાં સમ સૂત્રતા નહીં હોવાનું કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી સમયમાં ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ છે.