સુરત : ભારે વરસાદને પગલે શાળાઓ બંધ કે ચાલુ ? શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું ? જાણો
સુરતમાં ઠેર ઠેર ભરાયા હતા પાણી
વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં
શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી નિર્ણય જાહેર કરવામાં એકબીજાને ખો આપી રહ્યા છે
સરકાર પાસે સ્પષ્ટ નિર્ણય લેવાની ત્રેવડ કેમ નથી ?
વરસાદને પગલે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : સુરત સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર અનેક ઠેકાણે કાલે રાતથી પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે ત્યારે વિદ્યાર્થીઓની સ્કૂલો ચાલુ રહેશે કે કેમ તેને લઈને ભારે મૂંઝવણ ઊભી થઈ છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે શાળાના આચાર્યોને નિર્ણય લેવા માટે અમે જણાવ્યું છે આમ શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્ય ઉપર જવાબદારી થોપી દેવાની વાત પરથી સ્પષ્ટ પણે જાણી શકાય છે કે સરકારમાં ચોક્કસ નિર્ણયો લેવાની હવે ત્રેવડ રહી નથી. વિદ્યાર્થી અને વાલીઓમાં સરકારની આવી બેવડી નીતિથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.