ઊંઝા : નગર પાલિકા દ્વારા શહેરમાં સર્વત્ર દવા છંટકાવ અને ફોગિંગ ની કામગીરી હાથ ધરાઈ

ઊંઝા : નગર પાલિકા દ્વારા શહેરમાં સર્વત્ર દવા છંટકાવ અને ફોગિંગ ની કામગીરી હાથ ધરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : હાલમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવા માટે અને નગરજનોને મચ્છરજન્ય રોગોમાંથી બચાવવા માટે ઊંઝા નગરપાલિકા દ્વારા સમગ્ર નગરમાં ફોગિંગ તેમજ દવા છંટકાવ ની કામગીરી કરવામાં આવી હતી. 

અત્રે નોંધનીય છે કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર ખાબોચિયા ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્ર વધતો હોય છે.

જેને લઈને પાણીજન્ય રોગો ફેલાતા હોય છે આ ઉપરાંત મચ્છરોને કારણે પણ કેટલાક રોગોનો ફેલાવો થતો હોય છે.

તો વળી હાલમાં ચાંદીપુરા વાયરસને લીધે ગુજરાતમાં 15 વર્ષથી નાની વયના બાળકો જીવલેણ રોગ નો શિકાર બની રહ્યા છે

ત્યારે ઊંઝા શહેર ના નગરજનો ની સ્વાસ્થ્ય સુરક્ષા ને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર નગરમાં ફોગિંગ ઝુંબેશ સાથ ધરવામાં આવી હતી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.