ઊંઝા : સીટી સર્વે કચેરી છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં ! ધારાસભ્ય પોતાનો રૂઆબ બતાવવા ગયા પણ...
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝા સીટી સર્વે કચેરી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે. પરિણામે હાલમાં આ સીટી સર્વે કચેરી ભાડાના મકાનમાં ચાલી રહી હોવાની માહિતી કચેરીના જ એક કર્મચારી દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે ઊંઝાના નિષ્ક્રિય ધારાસભ્ય પોતાનો રૂવાબ બતાવવા માટે અને પોતે પ્રજાના હમદર્દ હોવાનો ખોટો ડોળ કરવા માટે સીટી સર્વે કચેરીની મુલાકાતે ગયા હતા.
પરંતુ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી આ સીટી સર્વે કચેરી જર્જરીત હાલતમાં છે અને હાલમાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ભાડાના મકાનમાં ચાલતી હોવાની વાત થી ધારાસભ્ય જાણે અજાણ હોય તેમ કચેરીના કર્મચારીઓ સામે પોતાનો રૂવાબ દેખાડવા માટે નીકળી પડેલા ધારાસભ્યને શું એક વર્ષથી જર્જરીત હાલતમાં આ કચેરી દેખાતી ન હતી ?
અત્રે નોંધનીય છે કે ઊંઝાના ધારાસભ્ય પોતાના વિસ્તારની જનતા ના પ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. એટલું જ નહીં ધારાસભ્ય સામે આ વિસ્તારના લોકોમાં તેમજ ભાજપના કાર્યકરોમાં પણ છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે. આ જ ધારાસભ્યની નિષ્ક્રિયતાના કારણે ઊંઝા ના ખેડૂતો મોટા પાયે લૂંટાયા હોવાની પણ માહિતી સામે આવી છે. જેમાં સરકારી યોજના નો લાભ લેવા માટે ખેડૂતો પાસે નાણા માગવામાં આવ્યા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે છતાં પણ ધારાસભ્ય આ બધી બાબતો ને ધ્યાનમાં લેવાને બદલે માત્ર અને માત્ર પોતાનો રાજકીય રોટલો શેકવામાં જ વ્યસ્ત રહે છે. જેને પરિણામે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે ભોગવવું પડે તો નવાઈ નહીં !