વડનગર : ધાર્મિક ઉત્સવને રાજકીય રંગ ? એક જ કાર્યક્રમના બે પોસ્ટર ? કોની દખલગીરી?

વડનગર : ધાર્મિક ઉત્સવને રાજકીય રંગ ? એક જ કાર્યક્રમના બે પોસ્ટર ? કોની દખલગીરી?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ધાર્મિક ઉત્સવ ને પણ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વડનગર શહેર ભાજપ પ્રમુખની દખલગીરી ની ચર્ચાઓ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. 

શહેર ભાજપ પ્રમુખ , વડનગર )

પ્રાપ્ત માહિતી અનુસાર ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરમાં શ્રાવણ માસના પ્રારંભે છેલ્લા બે વર્ષથી શ્રાવણ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે. જોકે આ ઉત્સવ હાટકેશ્વર મંદિરના પરિસરમાં કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રાવણ ઉત્સવ અન્યત્ર યોજાતા શિવભક્તોમાં ભારે રોષ ભભૂક્યો હતો. જેને લઈને છેવટે આ સોમવારથી આ ઉત્સવ હાટકેશ્વર મંદિરમાં યોજાવવા જઈ રહ્યો છે. 

બીજી બાજુ આ સોમવારે યોજાનાર શ્રાવણ ઉત્સવનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જેમાં કોઈ રાજકીય નેતાઓના નામ ન હતા. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં બીજી એક પોસ્ટર વાયરલ થઈ છે. જેમાં રાજકીય નેતાઓના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ પોસ્ટર  ભાજપ પ્રમુખ ના નામે સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ધાર્મિક ઉત્સવને વડનગર શહેર પ્રમુખ ના ઇશારે રાજકીય રંગ અપાઈ રહ્યો છે કે કેમ ? એ મુદ્દો ચર્ચાઓ ના એરણે ચડ્યો છે.