ઊંઝા શહેરમાં કમોસમી વરસાદ પડતા માર્ગો પર પાણી પાણી : જુઓ વિડિયો

ઊંઝા શહેરમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા

ઉનાવામાં કરા પડ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : કેટલાક સમયથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હતો. લોકો ગરમીથી ત્રાહિમામ હતા ત્યારે આજે એકાએક ઊંઝા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં સાંજના લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે એકાએક આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ત્યારબાદ વરસાદના છૂટા છવાયા છાંટા પડતાં ખેડૂતોનું ટેન્શન વધ્યું હતું. તો બીજી બાજુ અસહ્ય ઉકળાટ માં તપતા લોકોએ હાશકરો અનુભવ્યો હતો. ઊંઝા શહેરમાં ભારે કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઇને રોડ પર પાણી ભરાયા હતા. બીજી બાજુ ઊંઝા એપીએમસી માં ખેડૂતો અને વેપારીઓનું ટેન્શન વધ્યું હતું.