સુરતમાં ઉત્તરાયણના દિવસોમાં બહાર નીકળતાં પહેલાં જાણી લેજો આ સૂચના

સુરતમાં ઉત્તરાયણના દિવસોમાં બહાર નીકળતાં પહેલાં જાણી લેજો આ સૂચના

Mnf network:  ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી 14 અને 15 જાન્યુઆરીના ટુ- વ્હીલર લઈને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જે ટુ- વ્હીલર ચાલકે સેફટી સળીયો લગાવ્યો હશે, તેમને જ જવા દેવામાં આવશે. જેના અંગે જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. 

સુરતમાં ઉત્તરાયણ આવે ત્યારે કપાયેલા પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાવાની ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. તેમજ રસ્તા પર પસાર થતા વાહનચાલકોની સુરક્ષા માટે દર વર્ષે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. 

જેની સાથે જ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી આવનાર 14 અને 15 જાન્યુઆરીના બે દિવસના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જ્યારે ટુ- વ્હીલર ચાલકોને જવા માટે બ્રિજ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પરંતુ જે ટુ- વ્હીલર ચાલકોએ પોતાની બાઈક કે મોપેડ આગળ દોરાથી બચવા અંગેનો સેફ્ટી સળિયો લગાવ્યો હશે, તેમને આ જાહેરનામાં પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે. 

ઉત્તરાયણમાં કપાયેલા પતંગના દોરાથી લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 14 અને 15 તારીખે પ્રતિબંધ કરાયેલા તમામ ઓવરબ્રિજોના નાકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે.