BREAKING સુરત : પત્રકાર સામે ગુનો નોધનાર સિંગણપોર પી.આઇ ની આખરે બદલી કરી દેવાઈ, જાણો વધુ
ગૃહ મંત્રીના હોમ ટાઉન ની ઘટના
સુરતના સિંગણપોર વિસ્તારમાં બનેલી ઘટના
શ્રમિક દ્વારા કિશોરીની કરાઈ હતી છેડતી
સમગ્ર ઘટનાના ના CCTV ફૂટેજ આધારે એક પત્રકારે ઘટનાને કરી હતી ઉજાગર
ઘટનાને ઉજાગર કરનાર પત્રકાર સામે સિંગણપોર પોલીસે નોંધ્યો હતો ગુનો
પત્રકાર સામે ગુનો નોંધાતા સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા ઘટનાને વખોડવામાં આવી હતી.
સોશ્યલ મીડિયામાં પણ પોલીસની આ કામગીરીની થઈ હતી ટીકા
મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો હોવાનું અનુમાન
તાત્કાલિક અસરથી સિંગણપોર પોલીસ ઇન્સ્પેકટરની રાજકોટ ગ્રામ્યમાં કરાઈ બદલી
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : થોડા દિવસ પહેલાં સિંગણપુર વિસ્તારમાં એક શ્રમિક દ્વારા કિશોરી ની છેડતી ના સીસીટીવી ફૂટેજ સાથે એક જાણીતા પત્રકાર દ્વારા સમગ્ર ઘટનાને ઉજાગર કરવામાં આવી હતી. ત્યારે સિંગણપુર પોલીસે આ પત્રકારની વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો જેને લઈને ગુજરાતના તમામ પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે ઘટનાને ઉજાગર કરનાર પત્રકાર સામે ગુનો નોંધીને સિંગણપુર પોલીસે ' ચોર કોટવાલ કો દંડે ' વાળી કહેવત સાર્થક કરી હતી.
સમગ્ર ગુજરાતના પત્રકારોએ સિંગણપુર પોલીસની આ કામગીરીને વખોડી હતી અને ગૃહ મંત્રી ના હોમ ટાઉન માં જ આવી ઘટના બનતા અનેક સવાલો ખડા થયા હતા. સમગ્ર ઘટના નો અહેવાલ ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હોવાનું મનાય છે. જો કે તાત્કાલિક અસરથી સિંગણપુર પોલીસ ઇન્સ્પેક્ટર ની રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી મીડિયા દ્વારા પ્રાપ્ત થઈ છે. અત્રે નોંધનીય છે કે સિંગણપોર પોલીસે છેડતી કરનાર આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયો હતો. પરંતુ શનિવારે સાંજે સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.રાઠોડની બદલી રાજકોટ ગ્રામ્ય બાજુ કરી દેતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.