આ દેશની સરકારની મોટી જાહેરાત, હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુઆરીએ મળશે 2 કલાકનો વિશેષ બ્રેક
Mnf network: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર આખી દુનિયાની નજર છે. દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુ આસ્થાવાળા લોકો આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરશે. આ બધા વચ્ચે એક વિદેશી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જે હેઠળ 22 જાન્યુઆરીના રોજ હિન્દુ આસ્થાવાળા અધિકારીઓને 2 કલાકનો ખાસ બ્રેક આપવામાં આવશે. આ દરમિયાન તેઓ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નાથના નેતૃત્વમાં મોરેશિયસની કેબિનેટે એક અધિકૃત નિવેદન બહાર પાડ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટે 22 જાન્યુઆરીના રોજ સોમવારે બપોરે 2 વાગ્યાથી 2 કલાકની ખાસ રજા આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને હિન્દુ આસ્થાના સાર્વજનિક અધિકારીઓ 22 જાન્યુઆરીના રોજ 2 કલાકની ખાસ રજા પર રહેશે. નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે અયોધ્યામાં ભગવાન રામની વાપસીનું પ્રતિક છે.