ભાજપ ખાતું પણ ના ખોલાવી શક્યું : આપ કાર્યકર્તાઓએ લગાવ્યો નારો, "હો ગયા કામ, જય શ્રી રામ"
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : દિલ્હી નગર નિગમ (એમસીડી)ની પેટા ચૂટણીનુ રિઝલ્ટ આવી ગયું છે. આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચમાંથી ચાર વોર્ડમાં જીત મેળવી લીધી છે, જ્યારે એક સીટ કોંગ્રેસનાં ખાતામાં ગઈ છે. બીજેપીનું ખાતુ નથી ખુલી શક્યુ. આ જીત બાદ આપ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનો શરુ કરી દીધો છે. કાર્યકર્તાઓ નારા લગાવી રહ્યાં છે કે, હો ગયા કામ, જય શ્રી રામ.
આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને પાંચમાંથી ચાર વોર્ડમાં જીત હાંસલ કરી છે, જ્યારે એક સીટ કોંગ્રેસનાં ખાતમાં ગઈ છે અને બીજેપીનું ખાતુ નથી ખુલી શક્યું.
એમસીડી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 46.10 ટકા વોટ મળ્યા છે જ્યારે બીજા ક્રમાંકે ભારતીય જનતા પાર્ટીને 27.29 ટકા વોટ મળ્યા છે. ત્રીજા ક્રમાંકે કોંગ્રેસને 21.84 ટકા વોટ મળ્યા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટને 2.50 ટકા વોટ મળ્યા. તેવી રીતે અપક્ષને 1.64 ટકા વોટ મળ્યા તો નોટા પર પણ 0.63 ટકા વોટ મળ્યા છે. આપની જીત પર ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, એમસડી પેટાચૂંટણીમાં 5માંથી 4 સીટો પર જીત મેળવ્યા પર આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને અભિનંદન. બીજેપીનાં શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઈ ચૂકી છે. આગામી વર્ષે થનાર એમસીડી ચૂંટણીમાં જનતા અરવિંદ કેજરીવાલની ઇમાનદાર અને કામ કરવાવાળી રાજનીતિને લઈ આગળ વધશે.