ગુજરાતીઓ મોબાઈલ વાપરવામાં આઠમા ક્રમે : 6.61 કરોડ પાસે મોબાઇલ
Mnf network : દેશનાં છ રાજ્યોમાં વસતી કરતાં વધુ મોબાઇલ ફોન વપરાશમાં છે. આ રાજ્યોમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ, હિમાચલપ્રદેશ, પંજાબ, તમિલનાડુનો સમાવેશ થાય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)ના તાજેતરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ૬.૬૧ કરોડ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. જે દેશમાં આઠમા ક્રમે છે.
વિકાસ અને રોજગારી વચ્ચે નબળો સંબંધ બંધાયો હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. મહાબીમારીને કારણે આપત્તિજન્ય રોજગારો વધ્યા છે. અહેવાલમાં જાતિઆધારિત રોજગારોના પ્રભાવનું વિશ્લેષણ કરાયું છે. તે અનુસાર કચરો અને ચામડાં સાથે જોડાયેલાં કામમાં એસસી સમાજના લોકો ઝડપથી ઘટી રહ્યા છે
દિલ્હીમાં વસતીથી અઢી ગણા મોબાઇલ વપરાશમાં છે.
રાજ્ય વસતી મોબાઇલ
દિલ્હી ૨.૧૩ કરોડ ૫.૪૪ કરોડ
આંધ્ર ૫.૩૧ કરોડ ૮.૨૩ કરોડ
કેરળ ૩.૫૭ કરોડ ૪.૨૨ કરોડ
હિમાચલ ૭૪ લાખ ૮૭ લાખ
પંજાબ ૩.૦૭ કરોડ ૩.૫૨ કરોડ
તમિલનાડુ ૭.૬૮ કરોડ ૭.૬૯ કરોડ
કર્ણાટક ૬.૭૬ કરોડ ૬.૫૮ કરોડ
ગુજરાત ૭.૧૫ કરોડ ૬.૬૧ કરોડ