બંગાળમાં કોંગ્રેસના 85 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ : રાહુલ ગાંધીએ જ્યાં રેલીઓ કરી હતી ત્યાંના ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ

બંગાળમાં કોંગ્રેસના 85 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ :  રાહુલ ગાંધીએ જ્યાં રેલીઓ કરી હતી ત્યાંના ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક  :  પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે કારણ કે પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી કોલ જો કે જે રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી એમાં મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. બંગાળમાં રાહુલ ગાંધીએ બે ઠેકાણે સભાઓ કરી હતી.

બંગાળમાં કોંગ્રેસના આશરે 85% ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ જે બંને ઠેકાણે સભાઓ કરી હતી ત્યાં પણ કોંગ્રેસના બંને ઉમેદવારોની ભૂંડી હાર થઈ છે અને જમાનત જપ્ત થઈ છે. બંગાળમાં રાહુલે 14 એપ્રિલે મટિગારા-નક્સલબારી અને ગોલ્પોખરમાં રેલીઓ કરી હતી.  ત્યાંના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ હતી.

રાહુલ ગાંધીએ આ વખતે પોતાનું સંપૂર્ણ ધ્યાન કેરળ ઉપર ફોકસ કર્યું હતું. કારણકે કેરળના વાયનાડ માંથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે. તો બીજી બાજુ પ્રિયંકા ગાંધીએ અસમ ઉપર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમ કોંગ્રેસ નું પરફોર્મન્સ એકંદરે ખૂબ જ ખરાબ રહ્યું છે ત્યારે કોંગ્રેસે હજુ પણ વધારે મનોમંથન કરવાની જરૂર છે.