લોકડાઉનમાં માસ્ક વિના બહાર નિકળનારાઓને પોલીસે કરી વિચિત્ર સજા : દેડકા અને મુરઘા બનાવી દોડાવ્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે જેમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઓક્સિજન લેવલ ઘટી જતા અપૂરતી સારવારને કારણે મોતને ભેટી રહ્યાં છે ત્યારે પોલીસ દ્વારા લોકો માસ પહેરે અને કામ વિના બહાર ન નીકળે તે માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ત્યારે ઝારખંડના ધનબાદ જિલ્લામાં પોલીસે માસ્ક વિના શેરીઓમાં ફરતા લોકો સામે લાલ આંખ કરી છે અને સ્પેશ્યલ સ્કોર્ડ દ્વારા જાહેર રસ્તા ઉપર કોઈપણ કામ વિના બાઇક લઇને હેલ્મેટ વિના ફરનારા અને માસ્ક ન પહેરનારા લોકોની અટકાયત કરીને તેમને આકરી સજા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસે ડઝનેક લોકોને પકડ્યા હતા અને સજા તરીકે મુરઘા અને દેડકા બનાવી શેરીઓમાં દોડાવ્યા હતા.
આ અંગે એ.એસ.આઈ સંતોષ રજકે મીડિયાને જણાવ્યું હતુ કે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેમ છતાં લોકો સભાન બનતા નથી. લોકોને જાગૃત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે, જે રસ્તા પર માસ્ક વિના રખડતા લોકોને પકડી રહી છે. માસ્ક રાખનારા લોકોને સજા તરીકે મુરઘા અને દેડકા બનાવવામાં આવી રહ્યા છે. આ સજા આપવા પાછળનો હેતુ એ છે કે અન્ય લોકો કોઈ પણ કામ વિના lockdown માં બહાર ન નીકળે. ઘરમાં જ રહે સુરક્ષિત રહે.