પ્રાણપ્રતિષ્‍ઠાના મુખ્‍ય યજમાન મોદીજી નહીં હોય

પ્રાણપ્રતિષ્‍ઠાના મુખ્‍ય યજમાન મોદીજી નહીં હોય

Mnf network:  પ્રાણપ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર પંડિત ગણેશ્વર શાશી દ્રવિડ અને પ્રાણપ્રતિષ્ઠા કરનાર પંડિત લક્ષ્‍મીકાંત દીક્ષિતના કહેવા મુજબ મોદીજી મુખ્‍ય યજમાન નહીં હોય, પણ શ્રીરામ જન્‍મભૂમિ ટ્રસ્‍ટના સભ્‍ય ડૉ. અનિલ મિશ્રા અને તેમનાં પત્‍ની મુખ્‍ય યજમાન હશે.રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કરશે, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર પંડિત ગણેશ્વર શાષાી દ્રવિડ અને પ્રાણપ્રતિષ્ઠા કરનાર પંડિત લક્ષ્‍મીકાંત દીક્ષિત તથા શ્રીમથ ટ્રસ્‍ટના સ્‍વામી રામવિનયદાસના કહેવા મુજબ શ્રીરામ જન્‍મભૂમિ ટ્રસ્‍ટના સભ્‍ય ડૉ.

અનિલ મિશ્રા અને તેમનાં પત્‍ની મુખ્‍ય યજમાન હશે. બન્ને સંકલ્‍પ, પ્રાયશ્‍ચિત્ત અને ગણેશજીની પૂજા કરીને ૭ દિવસની વિધિનું આયોજન કરશે. ગઈ કાલે પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ વિધિમાં મિશ્રા દંપતીએ મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. ૨૧ જાન્‍યુઆરી સુધી ૬ દિવસ ચાલનારી પૂજામાં ડૉ. મિશ્રા દંપતી મુખ્‍ય ભૂમિકા ભજવશે. તેઓ વડાપ્રધાન મોદીના પ્રતિનિધિ તરીકે ૬૦ કલાક શાષાીય મંત્રોચ્‍ચાર સાંભળશે, જ્‍યારે નરેન્‍દ્રભાઇ મોદી સાતમા દિવસે હાજરી આપશે. એ દિવસે તેઓ ભોગ અર્પણ કરશે અને આરતી પણ કરશે.