નેતાજીનો નોટોના બંડલ બતાવી યુવતી સાથે અશ્લીલ વિડીયો ચેટ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ, રાજકીય ખળભળાટ

નેતાજીનો નોટોના બંડલ બતાવી યુવતી સાથે અશ્લીલ વિડીયો ચેટ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ, રાજકીય ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : બિહારના અનેક નેતાઓના અશ્લીલ ચેનચાળા ના સમાચાર અવારનવાર મીડિયામાં પ્રસિદ્ધ થયા છે, ત્યારે બિહારના જેડીયુના નેતા નો વધુ એક અશ્લિલ ચેનચાળા કરતો યુવતી સાથે નો અને નોટો નું બંડલ બતાવતો એક વીડિયો વાયરલ થયો છે જેને લઇને બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બિહારના નાલંદા જિલ્લાના જેડીયુના એક નેતાનો યુવતી સાથે વાંધાજનક હાલતમાં કરવામાં આવેલી વિડીયો ચેટ વાઈરલ થઈ છે. વિડીયોમાં દેખાતો શખ્સ રાજગીર નિવાસી જેડીયુ મહાદલિત પ્રકોષ્ટનો નેતા બાદલ કુમાર છે. વિડીયો વાઈરલ થયા બાદ જેડીયુના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે.જેડીયુના નેતા બાદલ કુમાર એક યુવતી સાથે વાંધાજનક હાલતમાં વિડીયો ચેટ કરી રહ્યા છે. યુવતીને વારંવાર પોતાના હાથમાં રહેલું નોટોનું બંડલ દેખાડી રહ્યા છે. સ્થાનિક લોકોનું માનવામાં આવે તો આ નેતા અવાર-નવાર અલગ-અલગ યુવતીઓ અને મહિલાઓ સાથે જોવા મળે છે. પરંતુ સત્તાધારી પક્ષનો નેતા હોવાના કારણે કોઈ કંઈ બોલી શકતું નથી.

અત્રે નોંધનીય છે કે કોરોના પોઝીટીવ આવેલ આ નેતા હોમ આઇસોલેશનમાં હતા ત્યારે યુવતી સાથે નો આ વાતચીતનો વિડીયો હોવાનું ખુદ નેતાજીએ કબૂલ્યું છે. વધુમાં તેમને પોતાનો બોદો બચાવ કરતાં જણાવેલ કે, સોશિયલ મીડિયામાં આ પ્રકારની ગેંગ છે જે વિડીયો દેખાડીને વાઈરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવે છે. આ ઘટના તેમની સાથે થઈ છે. તેને લઈને તેમણે સાયબર સેલમાં ફરીયાદ પણ કરી છે. જોકે, વાઈરલ વિડીયો જોવાથી ખ્યાલ નથી આવતો કે તેમની સાથે ઢગાઈ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે બિહારમાં ભાજપ અને જેડીયું ના ગઠબંધન વાળી સરકાર છે.