નાતાલ પર મળશે લોન્ગ વીક એન્ડ, ભારતના આ 3 ક્રિસમસ ડેસ્ટિનેશનની કરો મુલાકાત વિદેશમાં ફરતા હશો તેવો થશે અહેસાસ

નાતાલ પર મળશે લોન્ગ વીક એન્ડ, ભારતના આ 3 ક્રિસમસ ડેસ્ટિનેશનની કરો મુલાકાત વિદેશમાં ફરતા હશો તેવો થશે અહેસાસ

Mnf network:  ડિસેમ્બર મહિનો આવતા જ લોકો ક્રિસમસની તૈયારીઓ શરૂ કરી દે છે. ક્રિસમસ આવવાને હવે માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે તમે ફરવા માટે કંઈક મોટી ટ્રીપનું આયોજન કરી શકો છો.

 પુડુચેરી- પુડુચેરીને ભારતનું લિટલ ફ્રાન્સ પણ કહેવામાં આવે છે. એક સમયમાં આ જગ્યા પર ફ્રાન્સિસિયોનો કબ્જો હતો. ક્રિસમસ દરમિયાન અહીં ખુબ જ રોનક હોય છે. અહીં મોટાભાગે ઈસાઈ સમુદાયના લોકો રહે છે. ક્રિસમસ વીકેન્ડ પર તમે લિટલ ફ્રાન્સ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

 ગોવા- ગોવા આમ તો તેની નાઈટ લાઈફ માટે ખુબ જ ફેમસ છે પણ ક્રિસમસ પર અહીં ખાસ પ્રકારની ભીડ જોવા મળે છે. ડિસેમ્બર મહિનાથી જ ગોવામાં દુનિયાભરના પર્યટક પહોંચી જાય છે. ઘણા લોકો તો અહીં નવા વર્ષને પણ સેલિબ્રેટ કરી છે. અહીંના બીચ પર ક્રિસમસ ફેસ્ટિવલ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

 કેરળ- ભારતીયોની સાથે સાથે વિદેશી લોકોને પણ કેરળ ખુબ જ પસંદ આવે છે. જો તમે લાંબા સમયથી ફરવા જવાનો પ્લાન વિચારી રહ્યા છઓ તો આ વખતે ક્રિસમસ વીકેન્ડની તક સારી છે, અહીંના દરેક ચર્ચમાં તમને ફેસ્ટિવલની રોનક જોવા મળશે.