અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો.સાથે એગ્રીમેન્ટના અમલીકરણની જાહેરાત કરી
Mnf network: ભારતની વિરાટ અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગજું કાઢનાર અદાણી ગ્રીન એનર્જી લિ.એ 1,799 મેગાવોટ સોલાર પાવર સપ્લાય કરવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ના અમલીકરણની જાહેરાત કરી છે. જૂન 2020 માં SECI દ્વારા તેને આપવામાં આવેલ સમગ્ર 8,000 MWના ઉત્પાદનને સાંકળતા સોલાર ટેન્ડર માટે પાવર ઑફ ટેક ટાઈ-અપ આ બાકી PPA પર હસ્તાક્ષર કરવા સાથે અદાણી ગ્રીન એનર્જીએ પૂર્ણ કર્યું છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અમિત સિંઘે જણાવ્યું હતું કે, અદાણી ગ્રીન માત્ર ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પામવા માટે જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં પણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સૌથી મોટા ગ્રીન પીપીએને આખરી કરવા સાથે ટકાઉ ઊર્જા લેન્ડસ્કેપને સક્ષમ કરતા આનંદ અનુભવીએ છીએ. અદાણી ગ્રીને હવે આ સાથે 19.8 GW ના PPA સાથે જોડાણ કર્યું છે અને તેના 20.6 GW લૉક-ઇન પોર્ટફોલિયોમાં બાકીની મર્ચન્ટ ક્ષમતા છે.