વાવાઝોડામાં અસરગ્રસ્ત મકાનો માટે રૂપાણી સરકારની મહત્વની જાહેરાત : 5 હજારથી લઈ 95 હજાર સુધીની મળશે સહાય, જાણો સમગ્ર હકીકત

વાવાઝોડામાં અસરગ્રસ્ત મકાનો માટે રૂપાણી સરકારની મહત્વની જાહેરાત : 5 હજારથી લઈ 95 હજાર સુધીની મળશે સહાય, જાણો સમગ્ર હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તૌક્તે વાવાઝોડાના પરિણામે નુકસાન અને નાશ પામેલા કાચા  અને પાકા મકાનો, ઝૂંપડાઓ સરકારના એક હજાર કરોડના બજેટમાં થી ફરીથી પાછા બની શકશે કે કેમ તેને લઈને મોર્નિંગ ન્યુઝ ફોકસ અખબાર ની વેબસાઈટ પર આજે એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં આવેલા અહેવાલો મુજબ સરકાર દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત મકાનો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે. તૌક્તે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

અંશત: નુકસાન પામેલા કાચા - પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. ૨૫,૦૦૦ની સહાય અપાશે. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ.૧૦,૦૦૦ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ - વાડાને થયેલા નુકસાન માટે રૂ.૫,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.