ઊંઝા : જહુ માતા સેવક પરિવાર દ્વારા 38 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ઊંઝા : જહુ માતા સેવક પરિવાર દ્વારા 38 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા 38 મો બ્લડ ડોનેશન કેમ્પ

સવારે 8 થી 11 કલાક દરમિયાન શ્રી ચામુંડા - જહુ માતાજી મંદિર, ભાટવાડો, ઊંઝા ખાતે યોજવામાં આવ્યો.

 35 બોટલ રકત એકત્ર કરાયુ

એકત્ર રક્ત સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેક ઊંઝા ને આપવામાં આવ્યું,

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  જહુ માતાજી સેવક પરિવાર ઊંઝા દ્વારા 38 માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પનો સમય સવારે 8:00 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. જેમાં 35 બોટલ રક્ત એકત્ર કરાયું હતું, જે સરદાર પટેલ  વોલન્ટરી બ્લડ બેન્ક ઊંઝા ને અર્પણ કરાયું હતું.

જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ, રોટલાઘર પ્રમુખ અનિલભાઈ, ઉપ પ્રમુખ મહેન્દ્રભાઈ, મલાઈ માતાજી ઉપાસક મહાસુખભાઈ, ખોડિયાર માતાજી ઉપાસક ખોડાભાઈ, જહુ માઁ ઉપાસક અમરતભાઈ તથા મોટી સંખ્યા મા સેવક પરિવાર નાં ભાઈ - બહેનો હાજર રહી રક્તદાન શિબિર ને સફળ બનાવવા આવી.

     આ પ્રસંગે ઉપસ્થિત સર્વે રક્તદાતા ભાઈ - બહેનો તથા બ્લડ બેક સ્ટાફ તેમજ નગરજનો નો શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભટવાડો, ઊંઝા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.