ઊંઝા : તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પદની મળી જવાબદારી

ઊંઝા : તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પદની મળી જવાબદારી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઊંઝા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ સીતાબેન વિપુલભાઈ પટેલ (ઉપકાર) ને મહેસાણા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પદની જવાબદારી મળતા આનંદની લહેર વ્યાપી ગઈ છે.

અત્રે નોંધનીય છે કે સીતાબેન પટેલ અગાઉ ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન તાલુકાના વિકાસ માટે મહત્વની કામગીરી કરી હતી. તેમની કામગીરીને ધ્યાનમાં લઈને શીર્ષ નેતૃત્વ દ્વારા તેમને જિલ્લા મહિલા મોરચા કારોબારીમાં પ્રમુખ પદનું સ્થાન મળતા તેમણે શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે.