સુરત : VNSGU નો 55 મો પદવીદાન સમારંભ યોજાશે : રાજ્યપાલની હશે પ્રેરક ઉપસ્થિતિ
VNSGU નો 55 મો પદવીદાન સમારંભ યોજાશે
આગામી 26 ફેબ્રુઆરીના રોજ યોજાશે પદવીદાન સમારંભ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની રહેશે પ્રેરક ઉપસ્થિતિ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા રહેશે ઉપસ્થિત
જુદી જુદી ફેકલ્ટીના 17,375 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU ) નો 55 મો પદવીદાન સમારંભ આગામી 26 ફેબ્રીઆરી ને સોમવારે 11 કલાકે કોનવેંશન હોલ માં યોજાનાર છે.
55 માં પદવીદાન સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ આમંત્રિત મહેમાન શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે. જુદી જુદી ફેકલ્ટીના કુલ મળી 17,375 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.