JEE મેઇન માં ગર્લ્સ કેટેગરીમાં ફર્સ્ટ રેન્કર દ્વિજા મહેતાએ ખોલ્યું સફળતાનું રહસ્ય, વિદ્યાર્થીઓ વાંચી લેજો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE મેઇન પ્રથમ સેશનનું રિઝલ્ટ ગઈ કાલે આવ્યું ત્યારે રાજકોટના બે સ્ટુડન્ટ્સમાંથી દ્વિજા મહેતાએ ગર્લ્સ કૅટેગરીમાં ફર્સ્ટ રૅન્ક મેળવ્યો, જ્યારે રાજકોટના જ મીત પારેખે ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ બન્ને સ્ટુડન્ટ્સને ૩૦૦માંથી ૨૯૦ માર્ક આવ્યા, પણ તે બન્નેને હન્ડ્રેડ પર્સન્ટાઇલ મળ્યા છે.
દ્વિજા પોતાની સ્ટડી વિશે જણાવતા કહે છે કે,તેણીની રોજ સવારે સાડાઆઠ વાગ્યાથી પોતાના ક્લાસમાં જતી, જે બપોરે દોઢ વાગ્યા સુધી ચાલતા. એ પછી દ્વિજાએ ઘરે આવવાનું અને લંચ કરી થોડી વાર આરામ કરી ફરીથી ૪ વાગ્યે ભણવા માટે બેસી જવાનું. ત્યાર પછી બ્રેક આવે રાતે આઠ વાગ્યે. આ બ્રેક દોઢ કલાકનો હોય. રાતે સાડાનવ વાગ્યે દ્વિજા ફરીથી ભણવાનું શરૂ કરે, જે રાતે બાર વાગ્યા સુધી ચાલે અને એ પછી સૂઈ જવાનું. દ્વિજા કહે છે, ‘જો તમે તમારા પ્લાનને વળગીને ચાલો તો તમારે એક્ઝામ નજીક આવે ત્યારે ક્યારેય ઉજાગરા કરવા નથી પડતા. મેં પણ નથી કર્યાં, પણ હા, મેં ક્યારેય મારા ટાઇમટેબલને ડિસ્ટર્બ પણ નથી થવા દીધું અને મને લાગે છે કે એ જ મારી સક્સેસનો પ્લસ પૉઇન્ટ છે.’
દ્વિજાએ ક્યારેય કોઈ વાતનો ભોગ આપ્યો હોય એવું નથી કર્યું તો સાથોસાથ તેણે એ વાત પણ મનમાં ઠસાવી રાખી હતી કે જો આ બે વર્ષ તે મહેનત કરી લેશે તો તેને આખી જિંદગી બધા પ્રકારનું મનોરંજન મેળવવા મળશે. પોતાના ફ્રી ટાઇમમાં દ્વિજાએ હળવાશ આપે એવા કૉમેડી શો જોતી તો તેણે આ સમયગાળા દરમ્યાન એક પણ રીલ કે શૉર્ટ્સ જોયાં નહોતાં. દ્વિજા કહે છે, ‘સોશ્યલ મીડિયા તમારા માટે છે, આપણે સોશ્યલ મીડિયા માટે નથી, એ બધાએ યાદ રાખવાની જરૂર છે.’