G20 સંમેલનમાં પીએમ મોદીએ આપી દરેક મહેમાનને વિશેષ ભેટ

G20 સંમેલનમાં પીએમ મોદીએ આપી દરેક મહેમાનને વિશેષ ભેટ

Mnf network: ભારતે સફળતાપૂર્વ G-20 શિખર સમ્મેલનની અધ્યક્ષતા કરી. અમેરિકા સહિત G-20ના તમામ સભ્ય દેશોએ ભારતની મહેમાન નવાઝીની પ્રશંસા કરી છે.

ભારત G-20 સમ્મેલનનું સારું હોસ્ટ રહ્યું. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે જે રીતે આ સમ્મેલનની અધ્યક્ષતા કરી છે  G-20ની સમાપ્તી બાદ આંતરરાષ્ટ્રીય મહેમાનોને ભારત તરફથી કેટલાક બેહતરીન ભેટ આપી ભારત સરકાર દ્વારા G-20માં સામેલ થયેલ રાષ્ટ્રાધ્યક્ષો અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર નેતાઓને સ્પેશિયલ ભેટ આપવામાં આવી. આ ગીફ્ટ હેમ્પર્સમાં હસ્તનિર્મિત કલાકૃતિઓ, અત્તરની સાથે સાથે ખાદીમાંથી બનાવેલ શાનદાર સાડી અને સ્ટોલ પણ સામેલ છે. આ તમામ વસ્તુઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ દર્શાવે છે. આ ગીફ્ટ કુશળ કારીગરોના હાથેથી સાવધાની પૂર્વક બનાવવામાં આવી હતી. કેટલાક ઉત્પાદન આપણા દેશની અનોખી જૈવ-વિવિધતાનું પરિણામ છે. 

મહેમાનોને એક વિશેષ સંદૂક ભેટમાં આપવામાં આવ્યા. આ સંદૂક શીશમના લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. સંદૂક પર પીતળની પટ્ટીને જડવામાં આવી હતી. 

ગીફ્ટમાં કાશ્મીરી કેસર પણ સામેલ છે. કેસર (ફારસીમાં જાફરાન, હિંદીમાં કેસર) દૂનિયાનો સૌથી વિદેશી અને મોંધો મસાલો છે. તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં કેસરને તેના અદ્વિતીય પાક અને ઔષધિય ગુણો માટે મહત્વ આપવામાં આવ્યું છે.