આખો દિવસ નકારાત્મક વિચારો આવતા રહે છે? બચવા માટે લાઈફસ્ટાઇલમાં કરો આ બદલાવ

આખો દિવસ નકારાત્મક વિચારો આવતા રહે છે? બચવા માટે લાઈફસ્ટાઇલમાં કરો આ બદલાવ

Mnf network:  આપણે ઘણી વાર એન્ઝાઈટીને તણાવ અથવા ડિપ્રેશન સાથે જોડીએ છીએ પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બંને વચ્ચે તફાવત છે. કોઈપણ બાબતમાં તણાવમાં રહેવું એ શરીરની કુદરતી પ્રતિક્રિયા છે. કોઈ બાબતને કારણે શરીરની તણાવભરી સ્થિતિને એન્ઝાઈટી કહી શકાય.

એન્ઝાઈટી ડિસઓર્ડર ઘણી વ્યક્તિમાં જોવા મળે છે. તેને મગજનો કોમન વિકાર ગણવામાં આવે છે. એન્ઝાઈટીની સ્થિતિમાં ગભરામણ થવા લાગે છે.

 જો કોઈ પણ બાબતની ચિંતા સતત રહે તો તે તમારા પર હાવી થવા લાગે છે. આ સ્થિતિ તમારા રોજિંદાં જીવન અને સંબંધો પર પણ અસર કરી શકે છે. ચિંતા વધતાં તે અંતે એન્ઝાઇટી ડિસઓર્ડરમાં પરિવર્તિત થાય છે. એન્ઝાઈટી ડિસઓર્ડરની સ્થિતિ એ એક સામાન્ય માનસિક સમસ્યા છે, જેનાં લક્ષણો વ્યક્તિએ - વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.

 લક્ષણો

- વ્યક્તિને સતત નર્વસનેસ રહે છે.

- વ્યક્તિ હંમેશાં પોતાને તાણમાં અને શરીરમાં બેચેની અનુભવે છે.

- હંમેશાં નકારાત્મક વિચારો અને ભયની લાગણી રહે છે.

- એક જ સમસ્યા વિશે વારંવાર વિચારતા રહો.

- સારી ઊંઘ નથી આવતી કે ઊંઘમાં તકલીફ થાય છે.

- સામાન્ય વ્યક્તિઓ કરતાં વધુ ઝડપથી શ્વાસ લેવો અથવા ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડવી.

- હ્રદયમાં ગભરાહટ થવી, જીવ શાંત ન રહેવો એટલે કે આંતરિક શાંતિનો અભાવ.

- ઊબકા આવવા, ચક્કર આવવાં અને મોંમાં વારંવાર શુષ્કતા થવી.

- સામાન્ય સ્થિતિમાં પણ હાથ-પગ ઠંડા થવા, શરદી-પરસેવો કે કળતર થવું.

- કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં શાંત રહેવા માટે સક્ષમ ન હોવું.

- કોઈ પણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોવું.

   લાઇફસ્ટાઇલ બદલો

- ફિઝિકલ એક્ટિવિટી અથવા વર્કઆઉટ કરતાં રહેવું જોઈએ.

- તમારી દિનચર્યા એવી રીતે રાખો કે તમે કોઈ પણ પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત જ હો.

- તમારી ઊંઘને પ્રાથમિકતા આપો અને તેને જ પ્રાથમિકતા બનાવો. દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ લો.

- સ્વસ્થ શરીર અને મન માટે સારો અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે.

- તમે તમારા આહારમાં શાકભાજી, ફળો, આખાં અનાજ અને ઇંડાંનો સમાવેશ કરી શકો છો.

- આ સમસ્યા ચાલુ રહે તો પછી વિલંબ કર્યા વિના એક્સપર્ટની સલાહ લો.

- આ સમસ્યાને હળવાશથી લેઈને કોઈ પણ પ્રકારની ઘરગથ્થુ કે લોકમુખે સાંભળેલ નૂસખા અજમાવો નહીં.