PM મોદીના ૭૩મા જન્મ દિવસને લઈ બે દિવસ માટે પાલિકા - મહાનગર પાલિકાઓમાં સુર્યનમસ્કાર યોજાશે
મો.ન્યુ.ફો.નેટવર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સમગ્ર ગુજરાતના ૭૩ સ્થળો પર, ૭૩૦૦૦ યોગ સાધકો સાથે ૭૩૦૦૦૦ સુર્યનમસ્કાર કાર્યક્રમ યોજાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મ દિવસે એટલે ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૭૩ સ્થળો પર, ૭૩૦૦૦ યોગ સાધકો સાથે ૭૩૦૦૦૦ સુર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૬-૦૦ કલાકે થી ૮-૦૦ કલાક સુધી દરેક જિલ્લા અને મહાનગરપાલિકા ખાતે યોજાશે.